"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

અમારી જિંદગીની જમાનાને જરૂરત છે !

evolife.gif 

મીઠા  સૌંદર્યના   સ્મિતની  જહીં  સાચી  સકૂનત  છે,
     પૂછી  લ્યો   કોઈને  યે   કે , મારી  ત્યાં  હકુમત છે.

શિકારી   આંખના   શર્બત  રહ્યાં   છે   જ્યાંય  રેડાઈ,
      ન   શીશાની   જરૂરત છે  ન પ્યાલાની   જરૂરત છે.

મળ્યો   જો   યાર   લાયક, ફિકર  શાને  ગુનાહોની ?
      મુહ્બ્બત  એજ  દરમાયો, ભલે  ઝરથી ખસુમત છે.

સિતમ સાંખ્યા, ગઝબ સાંખ્યા,ખમાતી નાજ તનહાઈ,
      હૃદય    ચીરાયલું  મારૂં   ક્યાં  દિલની મઉઝત  છે.

ન રાખી નોંધ નિજ પાસે, ચઢ્યા   શા શા શિરે  આળો,
      લીધો   લૂંટી   મને   આખો, વધારામાં અકુબત છે.

દીધો  છે ક્યાં  મને   ફેંકી ? શું   જાણે   ફેકનારાઓ ?
      ન   કોઈ  દાદ   જાહેરમાં નહિ   છૂપી   મઉનત છે.

છતાં   કોઈ  નિહાળું    છું   કે, કો   મુજને  જગાડે છે,
      શી  અણપ્રીછી  રતૂબત છે  અને  નાયાબ સૂરત છે.

વસી   પાસે  ‘પતલિયાની’ કહે   છે આમ  કલ્યાણી-
     ‘અમારી    જિંદગાનીની    જમાનાને    જરૂરત છે,’
-કવિશ્રી પતીલ

(સકુતનઃ શાંતી, કદુરતઃ મેલ, ખસુમતઃવેર, અકુબતઃ ઠપકો,સજા, મઉનતઃ મદદ,
 મઉઝતઃબદલામાં આવેલી ચીજ,રતુબત તાઝગી, નાયાબઃ અલભ્ય, કલ્યાણીઃકવિ પત્ની સૌ, યશોબાલા મ. પટેલ,
સાતમી કંડિકામાં કવિએ પોતે ગુજરાત બહર નિમાડ પ્રદેશમાં લગ્ન કર્યાનો ઉલ્લેખ છે. 

માર્ચ 31, 2008 - Posted by | ગમતી ગઝલ

7 ટિપ્પણીઓ »

 1. gujarati bhaasha saili ganij aghari chhe
  pan e dariya ma dubva ni maja j kai aur chhe

  ટિપ્પણી by kumbharan | એપ્રિલ 1, 2008

 2. uઉર્દુ હિન્દી મિશ્રીત ગુજરાતી રચના માણવાની વધુ મઝા આવી
  શિકારી આંખના શર્બત રહ્યાં છે જ્યાંય રેડાઈ,
  ન શીશાની જરૂરત છે ન પ્યાલાની જરૂરત છે.
  દીધો છે ક્યાં મને ફેંકી ? શું જાણે ફેકનારાઓ ?
  ન કોઈ દાદ જાહેરમાં નહિ છૂપી મઉનત છે.
  શુભાન અલ્લાહ્

  ટિપ્પણી by pragnaju | એપ્રિલ 1, 2008

 3. tamri jindagine jamana ni jarur chhe
  amri jindagi ne jamanat ni jarur chhe.

  ટિપ્પણી by kumbharan | એપ્રિલ 1, 2008

 4. […] કઇ ચીજનાં સમ ખાઉં કહી ચીજ એક સમ ખાવા ન રહી  અટક્યો જીવ આવી ગળે  બંધ જબાં નરહી પતીલ લવે કવિતા, કવિતા નહી   _ પતીલ એમની એક સુંદર ગઝર માણાવા ‘ફૂલવાડી;ન નીચેના Urlપર કલીક કરવા વિનંતી https://vishwadeep.wordpress.com/2008/03/31/my-life/ […]

  પિંગબેક by એક વતન માટે_પતીલ « બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा | એપ્રિલ 12, 2008

 5. સુંદર રચના,એમની એક વધુ સુંદર રચના અને એક ટુંક નોંધ માણવાં કલીક્ કરો http://bazmewafa.wordpress.com/2008/04/12/aekvatanmate_papeel/

  ટિપ્પણી by bazmewafa | એપ્રિલ 12, 2008

 6. sikari akh na sarbat rahya che jya redai
  na sisa ni jarurat che na pyala ni,
  vah …

  ટિપ્પણી by pamaka | એપ્રિલ 13, 2008

 7. ફારસી ભાષાનાજાણકાર અને શિક્ષક અને ઓલિયા કવિ શ્રી મગનભાઈ ભુદરભાઈ પટેલ’પતીલ’ની ફારસી કાફિયા વાળી ગઝલ વાંચી ઘણોં આનંદ થયો.
  ——મુહમ્મદઅલી વફા

  ટિપ્પણી by Muhammedali wafa | ડિસેમ્બર 6, 2011


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: