"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

અમારી જિંદગીની જમાનાને જરૂરત છે !

evolife.gif 

મીઠા  સૌંદર્યના   સ્મિતની  જહીં  સાચી  સકૂનત  છે,
     પૂછી  લ્યો   કોઈને  યે   કે , મારી  ત્યાં  હકુમત છે.

શિકારી   આંખના   શર્બત  રહ્યાં   છે   જ્યાંય  રેડાઈ,
      ન   શીશાની   જરૂરત છે  ન પ્યાલાની   જરૂરત છે.

મળ્યો   જો   યાર   લાયક, ફિકર  શાને  ગુનાહોની ?
      મુહ્બ્બત  એજ  દરમાયો, ભલે  ઝરથી ખસુમત છે.

સિતમ સાંખ્યા, ગઝબ સાંખ્યા,ખમાતી નાજ તનહાઈ,
      હૃદય    ચીરાયલું  મારૂં   ક્યાં  દિલની મઉઝત  છે.

ન રાખી નોંધ નિજ પાસે, ચઢ્યા   શા શા શિરે  આળો,
      લીધો   લૂંટી   મને   આખો, વધારામાં અકુબત છે.

દીધો  છે ક્યાં  મને   ફેંકી ? શું   જાણે   ફેકનારાઓ ?
      ન   કોઈ  દાદ   જાહેરમાં નહિ   છૂપી   મઉનત છે.

છતાં   કોઈ  નિહાળું    છું   કે, કો   મુજને  જગાડે છે,
      શી  અણપ્રીછી  રતૂબત છે  અને  નાયાબ સૂરત છે.

વસી   પાસે  ‘પતલિયાની’ કહે   છે આમ  કલ્યાણી-
     ‘અમારી    જિંદગાનીની    જમાનાને    જરૂરત છે,’
-કવિશ્રી પતીલ

(સકુતનઃ શાંતી, કદુરતઃ મેલ, ખસુમતઃવેર, અકુબતઃ ઠપકો,સજા, મઉનતઃ મદદ,
 મઉઝતઃબદલામાં આવેલી ચીજ,રતુબત તાઝગી, નાયાબઃ અલભ્ય, કલ્યાણીઃકવિ પત્ની સૌ, યશોબાલા મ. પટેલ,
સાતમી કંડિકામાં કવિએ પોતે ગુજરાત બહર નિમાડ પ્રદેશમાં લગ્ન કર્યાનો ઉલ્લેખ છે. 

માર્ચ 31, 2008 Posted by | ગમતી ગઝલ | 7 ટિપ્પણીઓ

   

%d bloggers like this: