"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સુંદર શે’ર- નિનાદ અધ્યારુ( રાજકોટ)

ગણપતિને અર્પણ મોતીડાં, શ્રી ગઝલ,
કુમકુમ, ચોખા, શ્રીફળ,બીડાં શ્રી ગઝલ.

વાતો અચાનક ખાનગી નીકળે તો શું કરો ?
ઘરનાજ લોકો બાતમી નીકળે તો શું કરો ?

કબુતર માફક ફફડતો રહ્યો છું ,
હું મારા જ ઘરમાં રઝળતો રહ્યો છું .

વર્ષાની વાત કરીયે, વાદળની વાત કરીએ,
તું આવજો અહીં તો ,કાજળની વાત કરીએ.

રાત આખી જાગવા જેવી હતી,
એક વ્યક્તિને ચાહવા જેવી હતી.

ધંધો ન ગમતો , ના નોકરી ગમે છે,
કે જ્યારથી,એમોને એક છોકરી ગમે છે.

એકાદ-બે સળગતા કિસ્સા તો જોઈએ,
ઈતિહાસને જરૂરી હિસ્સા તો જોઈએ.

માર્ચ 24, 2008 Posted by | ગમતી વાતો | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: