"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સારું લાગે..લાલજી કાનપરિયા

dreamcatcher.jpg 

કોઈ  મને શમણું  કહેતો  જરા  સારું લાગે,
કે પછી  ચાંદરણું  કહે તો જરા  સારું લાગે.
   ખંખેરી  ભાર બધો  હળવો થૈ જાઉં,
  વાતવાતમાં  હું તો સરવો થૈ જાઉં.

કોઈ  મને  તરણું  કહે તો જરા સારું  લાગે,
કોઈ  મને શમણું  કહેતો  જરા  સારું લાગે.
  ઢાળ  આવે   તો હું  ઢળી   જાઉં,
  ને   વળાંકે વળાંકે  હું વળી જાઉં.

કોઈ   મને   ઝરણું   કહે   તો સારું  લાગે,
કોઈ  મને શમણું  કહેતો  જરા  સારું લાગે,
  અત્તરની  જેમ હું  તો મહેકી  રહું,
    ને વાયરાને  સુંગધી  વાતો કહું!

ફૂલ  મને  નમણું  કહું  તો જરા સારું  લાગે,
કોઈ  મને શમણું  કહેતો  જરા  સારું   લાગે,

માર્ચ 20, 2008 Posted by | મને ગમતી કવિતા | 1 ટીકા

   

%d bloggers like this: