"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ઘડુલી ક્યારે શિર પર ચડી ?

  2115130902_9b294edfce_m.jpg

 

 ઘડુલી ક્યારે શિર પર ચડી?
   માટીને મોટપ કયારે મળી?

માટી ખોદી, મૂકી ગધેડે, કુંભાર ઘર લઈ આવ્યો
           ગારો   કીધો  પગથી  ખૂંદી પિંડ  બનાવ્યો
      આકાર પામવા ચડી ચાકડે ત્યારે કાય ઘડી
                             ઘડુલી  કયારે શિર પર ચડી?

છાંયે    સૂકવી, ટપલે ટીપી, રાખમહીં રગદોળી
હશે      હજી   સંસ્કારો ઓછા, કાય રંગમાં  રોળી
છતાંયે  કાચી હતી તે પાકી   થવા નિંભાડે ચડી
                            ઘડુલી  કયારે શિર પર ચડી?

પછી ટકોરે તપાસી જોઈને લઈ ગઈ કોઈ પનિહારી
                 ગળે દોરડું બાંધી એને  ઊડેં  કૂવે  ઉતારી
                 બડ બડ  કરતી કૂપમાં,જાણ્યું મુક્તિ  જડી
                                   ઘડુલી  કયારે શિર પર ચડી?

દીધો આંચકો, એક પલકમાં, પાછી ઉપર તાણી
અગર  છાકમાં હતી છલકતી તો અધૂરી  કહેવાણી
પૂર્ણ હતી તો ચડી શિશ   પર,   મુસીબતોથી  બડી
                               ઘડુલી  કયારે શિર પર ચડી?

-પ્રભુલાલ  દ્વિવેદી

માર્ચ 18, 2008 - Posted by | કાવ્ય, મને ગમતી કવિતા

3 ટિપ્પણીઓ »

 1. What a wonderful message. To sit on head is not
  easy task!

  ટિપ્પણી by pravinash1 | માર્ચ 19, 2008

 2. વાહ, સુંદર.
  શોધો ગુજરાતી સાહિત્ય વિવિધ ગુજરાતી blogs અને websites પર


  http://www.searchgujarati.com

  ટિપ્પણી by SG | માર્ચ 19, 2008

 3. sa સરસ રચના
  દીધો આંચકો, એક પલકમાં, પાછી ઉપર તાણી
  અગર છાકમાં હતી છલકતી તો અધૂરી કહેવાણી
  પૂર્ણ હતી તો ચડી શિશ પર, મુસીબતોથી બડી
  ઘડુલી કયારે શિર પર ચડી?
  માટીને મોટપ કયારે મળી? વાહ્

  ટિપ્પણી by pragnaju | માર્ચ 19, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: