"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ -આબિદ ભટ્ટ્

images.jpg 

ભલે     પરણ  સતત ખરે  ન  વૃક્ષને  અસર    કરે,
નચિંત      સંત  તો   રહે  ફકિર     ના    ફિકર   કરે.

ન ધામની  તને  ખબર,     ન ઠામની  તને  ખબર,
તો વ્યર્થ છે સતત  ભ્રમણ  ભલે  નગર  નગર કરે.

ન     એકમાં    હશે     કદી,  સમીપ     સર્વની     રહે,
દરેક    તત્વમાં  વસે    અગર        કદી   નજર    કરે.

નહીં   સમીપ     આવશે   ન  પામશે     અમી  નજર,
અમે       કર્યો   નિષેધ   તે   જ  કર્મ  સૌ    બશર  કરે.

ન  સ્વપ્નમાં,  ન    ખ્વાબમાં,    હકીકતે   મળે  તને,
નજર      કદીક    ભીતરે   કરી  અને      ખબર   કરે.

ખુદા     તણી  મધુર  નજર, પછી  પ્રસન્ન ઈશ પણ,
મળે    સુગંધ    ફૂલની     સુકર્મ        તું  અગર   કરે.

માર્ચ 17, 2008 Posted by | ગમતી ગઝલ | 1 ટીકા

   

%d bloggers like this: