"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ-ઊર્વીશ વસાવડા

polo.jpg 

કાચ  તૂટ્યો  એક પથ્થરની   કથા  પૂરી   થઈ,
શબ્દ  પ્રગટ્યો  એક અક્ષરની કથા  પૂરી   થઈ.

ટોડલે   બાંધેલ  તોરણને  ખબર  પણ  ના પડી,
કેમ ? કયારે? એક અવસરની કથા  પૂરી  થઈ.

એક ફળ  સાથેજ  થઈ  આરંભ  માનવની  કથા,
એ  ક્ષણે, ત્યારે  જ ઈશ્વરની   કથા  પૂરી  થઈ.

એમણે  આવી, સહજ  આંસુ લુછ્યું મારું, પછી,
કૈક   પીડા, કૈક   કળતરની    કથા  પૂરી  થઈ.

શ્વાસની  સાથે  વણાઈ  છે  જીવનની  હર પીડા,
શ્વાસની સાથે  જ  જીવતરની  કથા  પૂરી  થઈ.
 

માર્ચ 14, 2008 - Posted by | ગમતી ગઝલ

5 ટિપ્પણીઓ »

 1. saras,arthapurna gazal-abhinandan!

  ટિપ્પણી by ડો.મહેશ રાવલ | માર્ચ 14, 2008

 2. બધા જ શેર ધ્યાનાર્હ થયા છે…

  ટોડલે બાંધેલ તોરણને ખબર પણ ના પડી,
  કેમ ? કયારે? એક અવસરની કથા પૂરી થઈ.

  – આ શેર એની અભિવ્યક્તિની કમાલના કારણે ગમી ગયો…

  શ્વાસની સાથે વણાઈ છે જીવનની હર પીડા,
  શ્વાસની સાથે જ જીવતરની કથા પૂરી થઈ.
  -અને આ શેર શબ્દોની રમતના કારણે નિષ્પન્ન થતી ભાવછટાના કારણે સ્પર્શી ગયો…

  ટિપ્પણી by વિવેક ટેલર | માર્ચ 15, 2008

 3. saસુંદર ગઝલ
  સુંદર અભિવ્યક્તી
  આ શેરો ગમ્યાં
  એક ફળ સાથેજ થઈ આરંભ માનવની કથા,
  એ ક્ષણે, ત્યારે જ ઈશ્વરની કથા પૂરી થઈ.
  એમણે આવી, સહજ આંસુ લુછ્યું મારું, પછી,
  કૈક પીડા, કૈક કળતરની કથા પૂરી થઈ.

  ટિપ્પણી by pragnaju | માર્ચ 15, 2008

 4. ટોડલે બાંધેલ તોરણને ખબર પણ ના પડી,
  કેમ ? કયારે? એક અવસરની કથા પૂરી થઈ….

  જાણે એક સુંદર સ્વપ્ન આવીને સરી ગયું ,ખબર ના પડી….

  ખુબ જ ભાવવાહી શેર….

  ટિપ્પણી by Devika Dhruva | માર્ચ 16, 2008

 5. It is said very precisely and to the point.

  ટિપ્પણી by pravinash1 | માર્ચ 17, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: