"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ-સુરેશચંદ્ર પંડિત

iranian-8.jpg 

પ્રસંગો  પાનખર  થઈ  જાય  તો   કેવી મજા આવે,
બરફના  પથ્થરો  તરડાય  તો   કેવી   મજા   આવે.

બધા ફૂલોની ઈચ્છાઓ  બગીચાની  હવા   પી  ગઈ,
બગીચાને  હવે કંઈ  થાય   તો      કેવી  મજા   આવે.

કુંવારી    કન્યાએ    હાથમાં     મહેંદી   ભરી   છે  ત્યાં,
નવી   રેખાઓ      આલેખાય  તો કેવી  માજા   આવે.

તમારી  શોધમાં    હું     તો    હવે   શેરીમાં   ભટાકું  ને,
કશું  પણ    ક્યાંય     ના દેખાય  તો કેવી  મજા  આવે.

સીમાડે      પાળીયાઓ    એક    સાથે   ચાલવા  લાગે,
પછી   લોકોજ   ત્યાં     ખડાકાય  તો કેવી  મજા  આવે.

માર્ચ 12, 2008 Posted by | ગમતી ગઝલ | 4 ટિપ્પણીઓ

   

%d bloggers like this: