"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ- શયદા

sad-love-eurydice.jpg 

જનારી    રાત્રી,     જતાં  કહેજે ,  સલૂણી  એવી   સવાર   આવે,
કળીકળીમાં    સુવાસ     મહેંકે         ફૂલો ફૂલોમાં   બહાર  આવે.

હૃદયમાં  એવી    રમે છે   આશા  ફરીથી  એવી    બહાર   આવે,
તમારી   આંખે   શરાબ   છલકે  અમારી    આંખે  ખુમાર    આવે.

વ્યથાને  શું   હું   વિદાય  આપું ?  વિરામના  શું     કરું  વિચારો?
કરાર    એવો    કરી  ગયા  છે,    ન    મારા દિલને  કરાર  આવે.

વિચારવાળા  વિચાર  કરજો, વિચારવાની    હું    વાત      કહું  છું,
જીવનમાં  એથી  વિશેષ  શું  છે, વિચાર  જાયે,   વિચાર       આવે.

તમારી મહેફિલની એજ રંગત, તમારી મહેફિલની એજ હલચલ,
હજાર    બેસે,      હજાર    ઉઠે,      હજાર     જાયે,    હજાર       આવે.

હૃદયમાં      કોની       એ   ઝંખન છે, નયન પ્રતિક્ષા  કરે   છે  કોની,
ઉભો   છે   ‘શયદા’  ઉંબરમાં આવી,ન જાય ઘરમાં, ન બહાર આવે.

માર્ચ 7, 2008 Posted by | ગમતી ગઝલ | 5 ટિપ્પણીઓ

   

%d bloggers like this: