દિવ્ય ટપાલી
કોઈ વૃક્ષ કપટી નથી હોતું.
કોઈ પંખી ભષ્ટ નથી હોતું.
કોઈ વાદળ કંજૂસ નથી હોતું.
પર્વત જેટલો ઊંચો,
તેમ એની ખીણ ઊંડી.
મહાસાગર ગહન-ગંભીર ખરો,
પણ ઊમળકો તો અનંત.
તરંગસાશિ પર સદાય ઊછળતોજ રહે છે.
નદીના હૃદયમાં ભેદભાવ નથી હોતો.
સાધુ જેવા દેખાતા ગમે તે માણસનો
ચરણસ્પર્શ કરવા માટે પાગલ બનીને
પડપડી કરનારા લોકોને
ઉપર ગણાવ્યાં તેવાં
ભવ્ય અને દિવ્ય ગુરુસ્થાનો
નજર નહીં પડાતાં હોય?
****************
****************
સૂર્ય રોજ આપણને
જીવન નામની ટપાલ પહોંચાડે છે.
પર્વતો અસંખ્ય નદીઓઅ દ્વારા માતૃત્વ પહોંચાડે છે
અને પુષ્પો સુગંધ પહોંચાડે છે.
પાંદડે પાંદડે
પરમેશ્વરના હસ્તાક્ષરમાં લખાયેલી
ટપાલ માણાસો ને પહોંચતી જ રહે છે.
ભગવાનની ટપાલ વાંચવાની ફુરસદ
આપણી પાસે છે ખરી?
-ગુણવંત શાહ
તમારી ‘દિવ્ય ટપાલ’ વાંચી !
ઘણે સમયે આજ કોમ્પ્યુટર પર હાજર થતાંવેંત આ વાંચવા મળ્યું એનો આનંદ છે.
What a wonderful “POST”
Very happy to see that.
aa divya Tapaal no Tapaali
kharekhar to gunavant bhai j chhe
always emna lekh aapanene ishwar pratye
krutagna kare chhe …….!!
thank u uncle.
આપસૂર્ય રોજ આપણને
જીવન નામની ટપાલ પહોંચાડે છે.
પર્વતો અસંખ્ય નદીઓઅ દ્વારા માતૃત્વ પહોંચાડે છે
અને પુષ્પો સુગંધ પહોંચાડે છે.
પાંદડે પાંદડે
પરમેશ્વરના હસ્તાક્ષરમાં લખાયેલી
ટપાલ માણાસો ને પહોંચતી જ રહે છે.
ભગવાનની ટપાલ વાંચવાની ફુરસદ
આપણી પાસે છે ખરી?
આ તો ખુબ સરસ છે.
આપની બધી ગઝલો સરસ છે.