"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

કવિ મિત્રોની જન્મદિન શુભેચ્છા!!

મિત્રો,
     બાંસઠ વર્ષની લાંબી  મંઝિલ કાપી..સુખ-દુઃખના ખુટાડા પીતા, પીતા..ધુપ-છાંવમાં રહી, અનેક અનુભવોની ભભુતી લગાવી છે.  નિવૃતીના દ્વાર પર આવી,,ઝાંખતા એવું લાગે છે કે જે  ઈચ્છા અધુરી રહી છે તેને પરિપૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.. અને તે છે
  ..સાહિત્યની સારિતા સાથે ..કાવ્ય-સુંદરીને સાથે સાથે..બાકીનું જીવન જીવી શકાય..મારી માતૃભાષાને પરદેશમાં રહી.,, એની ખેવના કરી શકાય…મારી ગરવી-ગુજરાતી ભાવિ-પેઢીમાં જીવંત રહે એજ શુભ-ભાવના મારા આ બાંસઠ વર્ષની જન્મગાંઠે રહેશે…

મિત્રો,  
           મારી સાંઠમી વર્ષગાંઠે.. ( બે વર્ષ પહેલાં) ઊજવાએ ત્યારે  હ્યુસ્ટનના કવિ મિત્રોએ સાથ મળી ..ષષ્ટીપૂર્તિ  નિમિતે..”વિશ્વદિપ બનીને તું ઝળહળે રેખાની પ્રિત”નું સુંદર કાવ્ય રજૂ કરેલ..દસ જેટલાં કવિ-મિત્રોએ ચાર,ચાર લાઈનની કવિતા લખીને મને આનંદથી તરબોળ અને હર્ષના આંસુથી ભીજવી દીધેલ…તે ઉપરાંત વ્યકતિગત કાવ્ય અને ગઝલ મારા જન્મદિને રજૂ થયેલ તેમાની બે રચના આપની સમક્ષ રજૂ કરતાં આનંદ થાય છે.  સાથો સાથ સૌ કવિ મિત્રોનો આભાર આ સાથે વ્યક્ત કરું છું
      

*********************************************************      

mali-passpot-size-pict.jpg                                      

                             વિશ્વદીપ બારડના સાંઠમા જન્મદિને..-રસિક મેઘાણી….. -સુમન અજમેરી

બારડ કે  જેણે  ગાળી છે શરાફતની  જિંદગી,            છલકે નદી જો  પુરઆવે, દરિયો કદી છલકે નહિ,
બારડની  જિંદગી  છે     મહોબતની   જિંદગી.            પળપળ કરો છો આચરો, ઉપકાર કદી ઝલકે નહી

બારડ ચમકતા  ચાંદનો ચમકે    છે ચાંદલો,             છે  ભેખ    તેં    તો   લઈ   લીધો ઉદારતા લુંટાવવા
બારડ ઝબકતા આભનો ઝબકે છે    આભલો.           કેટ કેટલા  ઊંચક્યા,     ના       ગર્વ   મોં  ફરકે કદી.

બારડ હ્રદયના        ભાવ  કવિતામાં વાંચતો            તું   બાગબાં       નિજસૃષ્ટીનો  નોંધારનો આધાર તું
બારડ જીવન પ્રસંગ     અનુભવમાં     ઢાળતો          જે જે પડ્યાં,     ઊઠાવીને આભાર-ભાવ રણકે નહી

બારડ      તમારો     જન્મદિવસ ઝળહળે સદા            છો    વિશ્વનો     દીપને,     અંધકાર      ફેડે    સર્વદા
તમ      જ્યોત      વિશ્વદીપ   જલતી રહે સદા            મોં      પર    કદાપિ      ભાવના ધમંડ લલકે  નહી

માલી     બનીને       જેણે      સીચ્યું છે  બાગને             છો    વટાવી   સાઠી      તેં,   યુવાનને શરમાવતો
જીવન      વસંત       ખીલતી   કીધી છે ફાગને            આ જોમ  ઠુસ્સો જોશના પ્રતિપગ કદિ ઢળકે નહી

રેખા       સમાન      જેને      એ અર્ધાગના  મળી           આશિષ,  દીપ્તિ-રેખની  તારા     કદમ  કંડારતી
બારડની      જાણે         જિંદગીમાં સાધના ફળી           પૌરૂષની  આ   ખેવના    તારા નયન ચમકે ઠરી

બારડ,     “રસિક”   દુઆ     કરે     જ્યા સુધી રહે                                                        -સુમન અજમેરી
સુખ-ચેનથી        રહેને      સદા      પ્રેમથી      રહે
-રસિક મેઘાણી

                                                   

ફેબ્રુવારી 20, 2008 - Posted by | મને ગમતી કવિતા

6 ટિપ્પણીઓ »

 1. Many Many Happy Returns Of The Day…!!!!!!!…

  ટિપ્પણી by chetu | ફેબ્રુવારી 20, 2008

 2. Happy B’day.

  ટિપ્પણી by pravinash1 | ફેબ્રુવારી 20, 2008

 3. aavaa be hajI kaavyo rachavana chhIye
  ek 75 varase ane biju 100 varShe
  Happy birthday!
  Vijay Shah

  ટિપ્પણી by vijay Shah | ફેબ્રુવારી 20, 2008

 4. જન્મદિન મુબારક હો…

  ટિપ્પણી by વિવેક ટેલર | ફેબ્રુવારી 21, 2008

 5. Kavi no janam din ana har nava kavya ni rachana sathe

  avto j hoy chhe

  Wish you eva asankhy janmdivas” Happy birth day”

  ટિપ્પણી by REKHASDEDHIA | ફેબ્રુવારી 21, 2008

 6. hello uncle,
  belated happy birthday,
  aauntyni party to baki hati have
  tamari pan baki …….!!

  ટિપ્પણી by Pinki | ફેબ્રુવારી 28, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: