આંખ ફરતે-રન્ના દે.શાહ
આંખ ફરતે પાતળું ઝાકળ રચાતું જાય છે,
લે ફરી આ લાગણીનું ઘર રચાતું જાય છે.
માછલી દરિયો ભરી લે હાડમાં તું એ પછી,
એક બળતું રણ બહું ઉંડે સમાતું જાય છે.
ફૂટશે ક્યારે હવાના લાખ પરપોટા અહીં,
એક ધારી દોડનુ પગલું ભરાતું જાય છે.
કોણ અનરાધાર વરસીને ગયું કોને ખબર ?
જળ્ ભરેલા આયનામાં શું જડાતું જાય છે.
દૂર તારાથી જવાનું શક્ય બનવાનું નથી,
પળ પછી ની પળ તને રોજે જે મળાતું જાય છે.
આંખ ફરતે પાતળું ઝાકળ રચાતું જાય છે,
લે ફરી આ લાગણીનું ઘર રચાતું જાય છે.
ખૂબ સરસ …!
મત્લાનો શેર ખૂબ સરસ થયો છે…
કોની છબી છે પૂરાઈ તસ્વીરમા
યાદોની બારાત નિકળી જાય છે