"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

-નાઝિર દેખૈયા

73.jpg 

ખૂબ   ક્ડવો    જિંદગીનો   જામ   છે;
ગટગટાવે   જાઉં  છું      આરામ  છે.

નાશમાંથી    થાય   છે  સર્જન  નવું ;
મોત   એ       જીવનનું    નામ   છે.

તું    નહીં  માણી  શકે  દિલનું   દરદ;
તારે  ક્યાં  આરંભ  કે    પરિણામ   છે!

દ્વાર  તારા    હું  તજીને   જાઉં   ક્યાં ?
મારે  મન તો એ  જ   તીરથ  ધામ છે.

આછું  મલકી લઈ  ગયા  દિલના કરાર;
કેવું   એનું  સિધું     સાદું  કામ     છે!

છેહ   તો      તારાથી   દેવાશે    નહીં;
ઠારનારા ! એ     ન  તારું   કામ   છે.

ખાકને ‘નાઝિર’ ન    તરછોડો    કદી;
જિંદગીનો     એ   જ  તો    અંજામ છે.

ફેબ્રુવારી 4, 2008 - Posted by | ગમતી ગઝલ

3 ટિપ્પણીઓ »

 1. ક્યાંયથી તેમનો ફોટો મળી શકે ?

  ટિપ્પણી by સુરેશ જાની | ફેબ્રુવારી 4, 2008

 2. definitely sir
  i can give u his photograph

  ટિપ્પણી by Dr firdosh dekhaiya | નવેમ્બર 8, 2008

 3. ગઝલનો વિષય છેઃ

  વિહરવું,રઝળવું મજલનો વિષય છે;
  શમા જેમ ગળવું ગઝલનો વિષય છે.

  ઠરી થાંભલો થઇ ગયેલી ગલીમાં
  તમારું નીકળવું કતલનો વિષય છે.

  વિચારો ફરજ છે,ને મક્તા’ છે સુન્નત;
  ‘લગાગા’નું મળવું નફલનો વિષય છે;

  કલાકાર ઘુંટે,તલબગાર લૂંટે,
  ઉભયનું પલળવું અમલનો વિષય છે.

  થયે બાગ-’ફિરદૌસ’ સદીઓ ગઇ છે;
  પલકભરમાં ફળવું અતલનો વિષય છે.

  ——–ડૉ.ફિરદૌસ દેખૈયા

  ટિપ્પણી by Dr firdosh dekhaiya | નવેમ્બર 13, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: