રોજ રોજ એવું થાય , એવું થાય કે..રમેશ પારેખ
રોજ રોજ એવું થાય, એવું થાય કે
આ ખંડમાં બારીના સળીયાઓની પેલે પાર આઘે
ગંધમાં તરબોળ ટેકરીઓ અહીં સૂંઘું.
પ્રિયના આશ્લેષમાં પીગળી જતી
કોઈક કંપિતા તણા
લજ્જાળું ઉચ્છવાસો સમી
કૈં ઘાસની વિશ્વંભમર્મર સાવ પાસે પી લઉં આકંઠ
લીલી ટોચથી પડતું મૂકીને
ટેકરીના ઘાસવહેતા ઢાળ પરથી દડદડું
કેડી થઈ પાછો ચડી લપસી પડું
ચોમેર તૃણશૈયા વિષે વીંટાળાઉં
રોમરોમથી આતુર આળોટી પડું
આખીય લીલી વેળ ઝંખેડી દઉં
સંતાઉં લીલાકાચ ઘેઘૂર ઝૂંડમાં
ને કોઈ ઓચિંતી ઉડેલી દેવચકલી-શો હવામાં ફરકું-
ફરફરું…બસ ફરફરું
ને એટલે આઘે જઉં
કે સાંજનો અંધાર ઉગે તોય
મારા નીડમાં
કયારે ના પાછો ફરું
I like it very much
મારી ગમતી રચના.. ર.પા.ની કવિતાનાં ભાવ જ અલગ હોય..