"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ- આબિદ ભટ્ટ

india-3.jpg 

શબ્દને અર્થની  ખબર  ક્યાં  છે ?
લાશને  શું ખબર,કબર ક્યાં  છે ?

ધન નહિં, માત્ર તેજ કર  ભેગું , 
દીવડો  આપણો ક્યાં અમર છે ?

પ્હાણ જોતાં જ ,જાય તૂટી પણ ,
કાશ એવી હવે  નજર  ક્યાં છે ?

જ્યાં તને  શોધવા  ગમે  કાયમ,
આજ   એવું    નગર   ક્યાં છે ?

જોઈલો  સૌ  નિમગ્ન છે ખુદમાં ,
અન્યની કોઈને   કયાં ફિકર છે ?

લાગણી શૂન્ય છે હૃદય  સઘળાં ,
શબ્દની એટલી અસર  ક્યાં છે ?

જાન્યુઆરી 28, 2008 Posted by | ગમતી ગઝલ | Leave a comment

   

%d bloggers like this: