"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

પ્રજાસત્તાક-દિન !ક્યાં કોઈ સત્તા અમારી?

 119b_08-ham-sab-bhartiya-hai-big-copy.jpg

કયાં  કોઈ સત્તા અમારી  ?
માટલા ને ખાટલા વચ્ચે ધજા ફરકાવતા,
અમો તો બાળ-નાના ખુશ થઈ  મજા માણતા.

ગરીબી ક્યાં હટી છે?સ્વપ્નમાં મોજ માણતા,
ધરતી પર પથારી, આભની ચાદર ઓઢતા,
ક્યાં કોઈ  સાંભળે? આંખ આડા કાન સૌ રાખતા.

કોણે ક્યું કે પ્રજાની છે સત્તા અહીં?
“જીસકે હાથમેં લકડી,ઉસીકી હુઈ ભેંસ!”
 ચુપ ચાપ રહી દરીદ્ર-દેવમાં માનતા.

“ભારત મા કી જય!”
આવા નારા  જોર-શોરથી લગાવી
આજની  ભૂખ ભાઈ  અમો ભાગતા..

 

 

 

 

 

જાન્યુઆરી 26, 2008 Posted by | સ્વરચિત રચના | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: