"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ-મરીઝ

butterfly-kiss1.jpg 

રહું  છું  યાદમાં  તારી   મને   ચર્ચામાં  રસ  છે  ક્યાં !
ફરક  રેખા હું ક્યાં  દોરું? પ્રણય  ક્યાં છે,હવસ ક્યાં છે !

ભલે    બેઠો    હજારો    વાર  એનો      હાથ  ઝાલીને,
પરંતુ    એ    ન    સમજાયું   હજી પણ નસ  ક્યાં  છે .

સમય ચાલ્યો ગયો, જ્યારે  અમે  મૃગજળને પીતા’તા,
હતી  જે    એક  જમાનામાં  હવે એવી  તરસ  ક્યા છે !

અહીં    તો    એક   ધારી   જિંદગી વીતી છે  વર્ષો થી,
તમે  માનો   કે જીવનના  બધા  સરખા  દિવસ ક્યાં છે.

જાન્યુઆરી 25, 2008 - Posted by | ગમતી ગઝલ

3 ટિપ્પણીઓ »

 1. સુંદર ગઝલ…

  “પરંતુ એ ન સમજાયું હજી પણ નસ ક્યાં છે .” મિસરામાં ટાઈપીંગની ભૂલ લાગે છે… ‘હજી પણ એની નસ ક્યાં છે.’ એવું કંઇક હોવું જોઈએ…

  ટિપ્પણી by ઊર્મિસાગર | જાન્યુઆરી 25, 2008

 2. મરીઝની ગઝલમાં માત્ર ચાર જ શેર?

  ટિપ્પણી by વિવેક ટેલર | જાન્યુઆરી 26, 2008

 3. સમય ચાલ્યો ગયો, જ્યારે અમે મૃગજળને પીતા’તા,
  હતી જે એક જમાનામાં હવે એવી તરસ ક્યા છે !

  ખૂબજ સુંદર અશઆર ! આખી ગઝલ ગમી જાય એવી છે..

  આભાર…

  ભાવિન ગોહિલ

  ટિપ્પણી by Bhavin Gohil | જાન્યુઆરી 26, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: