"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ખોટું લગાડશો નહિ

ll0118-001-01.jpg 

લોકો છે , કૈં  પણ   ધારે  તો ખોટું   લગાડશો  નહિ,
સાવ જ અવળું વિચારે    તો  ખોટું   લગાડશો  નહિ.

ક્યારેક  તમે   જાણો   એ  પ્હેલાં  ઊંચકી  પણ લેશે,
-ને    માથે   થી  ઉતારે  તો ખોટું   લગાડશો  નહિ.

સાવ  એટૂલા પડશો જગથી,એ પણ છે એક  લ્હાવો,
ઓળખશો  ખૂદને    ત્યારે  તો ખોટું   લગાડશો  નહિ.

ખૂબ જ યાદ તમે કરશો ને મળશો પરિચય પણ  પૂર્ણ,
એ  પાસે   ન  હો જ્યારે, તો ખોટું   લગાડશો  નહિ.

ત્યારે   જ મળે  છે દીવો  પ્રગટાવાની તક ;સુધીર’,
રહેવાનું   હો   અંધારે   તો    ખોટું   લગાડશો  નહિ.

-સુધીર પટેલ

જાન્યુઆરી 22, 2008 Posted by | ગમતી ગઝલ | Leave a comment

   

%d bloggers like this: