યશગાથા-ગુજરાતની
જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની.
આ ગુણાવંતી ગુજરાતની, જય જય ગરવી ગુજરાતની…જય…
ભકત સુદામા અને કૃષ્ણનો મૈત્રીભાવ ભૂલાય નહીં
વૈષ્ણવજન તો તેને કહીએ, નરસૈયો વિસરાય નહીં
જયદત્ત દિગંબર ગિરનારી, જય મહાવીર દાતારની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની. જય..
હિન્દુ, મુસ્લિમ, શિખ, પારસી હળી મળી સૌ કાર્ય કરે
સૃષ્ટિને ખૂણે ખૂણે ગુજરાતી જન વ્યપાર કરે
જય સહજાનંદ, જય જલારામ, જય બોલો કાલિકા માતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની.જય..
-રમેશ ગુપ્તા