"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

તાજ મહલ-કવિઓની દ્ર્ષ્ટિએ!

taj_mahal_01.jpg 

ચમકતો   ને  દમકતો  શાહજહાંનો  મહેલ  જોવા દે
મને   નાદાન   મજનુએ    કરેલો   ખેલ   જોવા દે
પ્રદર્શન   કાજે  જેમાં   પ્રેમ   છે   કેદી  જમાનાથી
મને   એ   ખૂબ સૂરત  પથ્થરોની   જેલ  જોવા દે.
-શેખાદમ આબુવાલા

સ્નેહના   સૌદર્ય   સામે   કાળને      મોહતાજ  જોયો,
એકાન્ત એ યમુનાતટે  યમદેવનો સુકુમાર લિહાજ જોયો.
મેં તાજ જોયો- ઉમાશંકર જોષી

તાજનું   શિલ્પકાવ્ય    નીરખીને,
હર્ષનાં  આસું    કૈક  લૂછે     છે;
દાદ  આપે    છે શાં’જહાંને  સૌ,
એના    શિલ્પીને  કોણ પૂછે  છે?
-રતિલાલ અનિલ

કોઈની  યાદમાં  નવતર  રિવાજ  જોયો છે
પ્રતિક  પ્રેમનું   જોયું    છે, તાજ જોયો છે
કળા  બતાવે   નહીં   બીજે  એથી સર્જકનાં
જે હાથ  કાપી લે   એવો  સમાજ  જોયો છે
-શકીલ કાદરી

તાજ  તેં  જોયા અમારા  હાલને ?
તું  રડે   છે  મુસ્લિમોની  કાલને ?
પારખી   તેં  કાળ  કેરી  ચાલને ?
ઠોકરો મારે  છે  જન પામાલ ને ?
-‘બેકાર’ રાંદેરી

યે ચમનજાર, યે જમના કા કિનારા, યે મહલ,
યે મુનક્કશ દરો-દિવાર, યે મહરાબ, યે તાક ,
એક   શહનશાહ    ને  દોલત કા  સંહારા  લેકર,
હમ  ગરીબોં  કી  મુહબ્બત કા  ઉડાયા હૈ મજાક!
મેરી  મહબૂબ    કહીં  ઔર  મિલાકર   મુઝ સે!
-સાહિર લુધાયનવી

તાજમે’લ જોઇ કહે બઘા છે આ અદભૂત !

પ્રેમ મારો ઠૂક રાયો પૈસા વિના અડઘૂત !!

   – ચીમન પટેલ ‘ચમન’

જાન્યુઆરી 19, 2008 Posted by | મને ગમતી કવિતા | 1 ટીકા

   

%d bloggers like this: