લક્ષ્મી ડોબરીયા
સમયને હાથ જોડ્યા તોય, પાછો ક્યાં વળે છે જો,
અને માગ્યાવગર પીડા બધી, આવી મળશે જો!
કદી વાસંતી સપનાં આંખમાં રોપ્યાં હતા એથી,
હવે તો પાનખર પણ, થૈ ગુલાબી ને ફળે છે જો.
હથેળી બંધ છે ને કાલ પણ એમાં સલામત છે,
છતાં યે બીક રાખી,’આજ’ કેવી સળવળે છે જો?
છલોછલ, બારમાસી લાગણી કેરા સરોવરમાં,
અધૂરી ઝંખના, ટોળે વળીને ટળવળે છે જો.
સમયા, સંજોગ ને ગ્રહોતણાં, માંડીને વરતારા,
તું મનગમતી કરીને વાત, ખુદને પણ છળે છે જો!
-લક્ષ્મી ડોબરીયાઃ રાજકોટ નિવાસી પાચ પાચ કવિ અને કવિત્રીઓ સાથે મળી” શ્રી ગર્ઝલ” નો સંગ્રહ આપણી સાહિત્ય જગતને આપ્યો , આ નવોદિત સાહિત્યકારમાં નિનાદ અધ્યારુ , લક્ષ્મી દોબરીયા, દિનેશ કાનાણી’પાગલ’ અને છાયા ત્રિવેદી તેમજ રાજેશ મહેતા’રાજ’નો પંચ-મૂખી ચહેરા ચમક્યા છે..છાયા ત્રિવેદી તેમજ દિનેશ કાનાણીને મળવાનું સદભાગ્યા પ્રાપ્ત થયેલ. યુવાન અને ખંતિલી આ વ્યક્તિના સાહિત્ય ક્ષેત્રે આગળ વધી આપણી આવતી નવી પેઢીને નવી, નવી વાનગી પીરસતા રહે એજ શુભેચ્છા.
લક્ષ્મી ડાબેરીયા, “સમન્વય’૯, નહેરુ નગર સોસાયટી, નાના મવા રોડ, રાજકોટ-૪ દોરડે વાતું.