માણવા જેવા શે’ર
કૂંપળોએ ચીસ પાડી બાગમાં,
જ્યાં કુહાડીને ઉપાડી કોઈ એ.
આવકારો દ્વાર પર ના હોય તો,
ઉંબરો પણ લાગશે ડુંગર પછી..આબિદ ભટ્ટ
ખોરડું આખુંય ઝળહળ થઈ જશે એના પછી,
કોક ખૂણે એક દિવો તો પ્રજળતો જોઈએ.
એજ ગીતો રહી શકે છે લોકજીભે આખરે,
હાથ એ લખનારનો આખો સળગતો જોઈએ..ઉર્વીશ વસાવડા
જીભથી જે કહી શકાય નહીં,
આંખ કરશે બયાન કહેવા દે.
આમ ઉંબરેથી દૂર ના બેસો,
આપણો પ્રેમ અસ્ત થઈ જશે..એસ.એસ રાહી
વાંચવાનો તો તને બહુ શોખ છે ને?તો પછી લે આ
ગ્રંથની જેવા જ છે દળદાર મારા ઘાવ વાંચી લે..અનિલ ચાવડા
તાકી તાકી રાતોને ના જોયા કરશો,
એમાં તડકો દેખાશે તો કહેશો કોને?.ભાવેશ ભટ્ટ્
વસ્ત્ર પહેરેલી હવા નિહાળીને પવન હલમલી ગયો છે,
લાગણીનું આ નગર સોહામણું છે અને નથી પણ.
ત્યાં જશો તે પછી નહીં મન થાય , પાછા ફરવાનું,
સ્મશાન સ્થળ જ એવું રળિયામણું છે અને નથી પણ..ધૂની મંડલીયા
કૂંપળોએ ચીસ પાડી બાગમાં,
જ્યાં કુહાડીને ઉપાડી કોઈ એ.
મ્હાલવા જેવા શેર છે.
વસ્ત્ર પહેરેલી હવા નિહાળીને પવન હલમલી ગયો છે,
લાગણીનું આ નગર સોહામણું છે અને નથી પણ.
ત્યાં જશો તે પછી નહીં મન થાય , પાછા ફરવાનું,
સ્મશાન સ્થળ જ એવું રળિયામણું છે અને નથી પણ
ખૂબ સુંદર અભિવ્યક્તિ
વાંચવા લાગી આ ગઝલ હું આંખથી
ચાંચ ના ડૂબી, ના ઉડી શકી પાંખથી
While reading nice ‘GAZAL’ I tried one.
majana sher ….
એલા.. તું બહુ પોરસાતો નહી, આ તો બધા કોમેંટીયભગત છે