"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ-લક્ષ્મી ડોબરીયા

martina_strobelart_016.jpg 

પાંદડું    બોલ્યું     હતું , ફૂટવાની  ક્ષણ   વિશે!
સાંભળી    ફૂલો    હસ્યાં, ચૂંટવાની  ક્ષણ  વિશે!

આજ   મેં  ઢાળી  નજર તો સમય  થંભી  ગયો!
શબ્દને   સમજાવવા,  ઘૂંટવાની    ક્ષણ  વિશે!

આંખમાં    સપનું  જરી,  બેસવા  આવ્યું   હતું,
તો, હકીકત   ચેતવે , તૂટવાની    ક્ષણ  વિશે!

સામસામા     દોડશે  એક     થાવા   રણ  મહીં,
ઝાંઝવા  જો    જાણશે,  ખૂટવાની   ક્ષણ  વિશે!

મૌનના  ખડકો    પછી, ઓગળી   છલકી  જશે?
જો  ખબર  પડશે  તને , છૂટવાની   ક્ષણ  વિશે.
 

જાન્યુઆરી 10, 2008 Posted by | ગમતી ગઝલ | 4 ટિપ્પણીઓ

   

%d bloggers like this: