"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ગઝલ-ધીરુ મોદી

martina_strobelart_015.jpg 

હાથ   તારો   જો બળે   તો    બોલમા,
આગને તું    હાથમાં     લઈ  તોલમા.

વેદનાનાં     મૂળ    સૌ      આકાશમાં,
શોધવા  તું       ચામડીને       છોલમા.

આંખ બે -પણ એક શમણું! એમ  કાં?
ભેદ  જાણી જાય   તો   પણ    બોલમા.

એક   તણખો     પૂરતો      છે  બાળવા,
રોદણાંનાં      રોજ       કાલા     ફોલમા.

નિત્ય    મીરાં      ને    કબીરાં   હાડમા,
ગેરું -રંગી          આસનેથી      ડોલમા.

જાન્યુઆરી 4, 2008 Posted by | ગમતી ગઝલ | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: