મુશાયરાની એક ઝલક-ઓકટોબર,૩૦,૨૦૦૫( વડોદરા)
ઝણઝણી ઊઠે હ્ર્દયના તાર કૈં કહેવાયના,
લાગવા માંડે સંબધો ભાર કૈં કહેવાયના…મકરંદ મુસાળ
સૌને પોતીકા માને છે આ માણસોને ઠાર કરો,
વ્હાલાને માટે વલખે છે આ માણસો ને ઠાર કરો..ડૉ,દીના શાહ
ફૂલ છું ને કારખાને જાવું ,
આ જુઓ અત્તર બની વેચાવ છું..મુકેશ જોષી
યાદ છે તે મૂક્યો તો કદી રેતનો એક કણ હાથમાં,
ને ખબર પણ પડી નેં કે ક્યારે રચાયો એક કણ હાથમાં.રઈશ મણિયાર
ને છતાં મારી તરસ તો ક્યાં કદી છીપી હતી,
આમ ઊભા ઉભ મેં આખી નદી પીધી હતી..હર્ષ બ્રહ્મભટ્ટ
ફૂલની દૂકાન શોધી રાખજો,
શક્ય છે કે હું મરણ પામું અહીં..ભાગ્યેશ જહા
પેલો સૂરજ તો સાંજના આથમી જશે,
આંખોમાં મારી ઊગશે એને સલામ છે..અંકિત ત્રિવેદી
આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી,
અર્થ એનો એ નથી કોઈએ સફર ખેડી નથી.રાજેશ વ્યાસ’મિસ્કિન’
હું ય જીવ્યો છું ન સમજો કે ફકત જીવ્યો છું,
શ્વાસની અટકળો વેઠીને સતત જીવ્યો છું.
ને પછી એવું થયું કે રાત વરસાદી હતી,
ને પછી રસ્તામાં એક પલળેલી શહેજાદી હતી.ખલીલ ધનતેજવી
સુંદર શેર સંકલન… પણ ક્યાંનો મુશાયરો છે એતો જણાવ્યું જ નહીં…