"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ-ડૉ.રશીદ મીર

naturalbeauty.jpg 

ઉઠાવ્યા  હાથ  ને    અંતે  દુવા  ફળી   જ   અહીં,
સ્વમાન  લાગણી  એવી   કે    કરગરી   જ  નહીં.

ભટકતી   રહી    ગઈ  ચોમેર   એ    રીતે  જાણે,
નજર   અમારી, અમારી  નજર    રહી જ  નહીં.

ગમી  ગઈ     હતી    કોઈની    સાદગી    એવી,
નજર  અમારી  પછી  કયાંય  પણ  ઠરીજ   નહીં.

તમાશો   થઈ  ગયા    લોકોની  ભીડી  વચ્ચે  ને,
અમારી   દ્ર્ષ્ટિ    અમારા  ઉપર   પડીજ    નહીં.

હજારો     વૈભવો  વચ્ચે       ય    એક લાચારી,
ફકીરી     હાલમાં   દુનિયા   મને  મળી  જ નહીં.

ઉપાડી  છતને   ઊભી   ઘરની    ચાર   દિવાલો,
તજીને      હૂંફની    છાયા    કશે   ગઈજ  નહીં.

સહન  કરી  હું  ગયો ‘મીર’   હસતા  મોઢે  જે,
વ્યથા  અસલમાં   એ મારી  વ્યથા હતી જ  નહીં.

-ડૉ.રશીદ મીર   

જાન્યુઆરી 2, 2008 Posted by | ગમતી ગઝલ | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: