"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

તમન્ના કરુંછું

imagem29.jpg 

કહ્યું         કોણે     કે      તારી     પરવા      કરું   છું,
હું         બસ   તારાં    સુખની    તમન્ના       કરું  છું.

તને     હું     સ્મરું     છું       ને      ભૂલ્યા       કરું છું,
હું        જીવતરના  બે       છેડા      સરખા     કરું  છું.

આ સમજણ,આ વળગણ આ દર્પણ યા કંઈ પણ,
અકારણ-સકારણ         હું            તડપ્યા      કરું છું.

મને          પામવા          તૂં      પરીક્ષા      કરે     છે,
તને          પમવા          તારી        પૂજા      કરું    છું.

ઘણીવાર         આ         પ્રશ્નો    જાગે    છે    મનમાં,
ખરેખર           જીવું      છું        કે     જીવ્યા  કરું  છું ?

હવે          જીતવાની     મજા     પણ        મરી  ગઈ,
તું          હારે      છે      તેથી   હું         જીત્યા    કરું છું.

કિરણ ચૌહણ- જન્મઃ ૭-૧૦-૧૯૭૪ , વતન: સુરત,વ્યસાય: પત્રકાર,શિક્ષક , યુવાકવિઓના ગઝલ સંગ્રહ “અજવાળું સૂરત, ગઝલો ઉપરાંત હાસ્ય ગઝલો , નાટકો, ગીતો ,નવલિકાઓ, હાસ્ય નિબંધો વગેરે લખ્યા છે.
એક માત્ર સુરતની મુરતજ નહી, સમગ્ર  ગુજરાતી સાહિત્યની યુવાન પેઢી તેમજ
ગુજરાતી સાહિત્ય જગતમાં નાની ઉંમરે “શયદા” એવોર્ડ પ્રાપ્ત કરી   પોતાની  આગવી છટાથી  મોખરે રહેનાર ‘કિરણ’ આપણાં સાહિત્યનું ગૌરવ છે.    

Advertisements

ડિસેમ્બર 15, 2007 - Posted by | ગમતી ગઝલ

7 ટિપ્પણીઓ »

 1. ઘણીવાર આ પ્રશ્નો જાગે છે મનમાં,
  ખરેખર જીવું છું કે જીવ્યા કરું છું ?

  – આખી ગઝલ સુંદર છે, પણ આ શેર શિરમોર છે. કિરણ ચૌહાણની થોડી વધુ ચુનંદી ગઝલો માણવી હોય તો આ સરનામે આપનું સ્વાગત છે:

  http://layastaro.com/?cat=194&submit=view

  ટિપ્પણી by વિવેક ટેલર | ડિસેમ્બર 15, 2007

 2. ખૂબ સરસ ગઝલ છે.
  ક્યાં ગુમ થઈ ગયા વિશ્વદિપભાઈ? મુંબઈ આવવાના હતાને?
  મારે જવાના દિવસો નજીક આવી રહ્યા છે.

  ટિપ્પણી by shivshiva | ડિસેમ્બર 15, 2007

 3. Wah ,Tane Paamva tari Pooja Karu chhu.

  ટિપ્પણી by sush | ડિસેમ્બર 15, 2007

 4. Excellent
  tu hare che tethi hu jitya karu chu

  tari hajari che tethi hu najare cadu chu

  ટિપ્પણી by pravina kadakia | ડિસેમ્બર 15, 2007

 5. I liked the following four lines immensely. Very good quality gazal! The importance and value of all Gujarati blogs is that they have displayed put excellent poems on a global platform for all of us to enjoy! Without these blogs, we would not have seen these poems! My request to all blog editors, please keep this objective in mind while selecting the poems! We all have read popular poems by well-known poets, please provide equally good quality poems by not so well-known poets! Then you are doing a great service to such poets and to encourage budding poets.

  “ઘણીવાર આ પ્રશ્નો જાગે છે મનમાં,
  ખરેખર જીવું છું કે જીવ્યા કરું છું ?

  હવે જીતવાની મજા પણ મરી ગઈ,
  તું હારે છે તેથી હું જીત્યા કરું છું.”

  Dinesh O. Shah,Ph.D.
  Gainesville, Florida, USA

  ટિપ્પણી by Dr. Dinesh O. Shah | ડિસેમ્બર 15, 2007

 6. મને પામવા તૂં પરીક્ષા કરે છે,
  તને પમવા તારી પૂજા કરું છું.

  ખુબ સરસ .

  ટિપ્પણી by neeta | ડિસેમ્બર 16, 2007

 7. BEhaal dilna aa haal chhe

  Rachana dil ko chhoo leti hai

  ટિપ્પણી by REKHASDEDHIA | ડિસેમ્બર 18, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s