"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સુધી ગયા

oryx-antelope.jpg 

આંખોના   દ્વાર   ખોલીને   શમણા  સુધી  ગયા,
હોવા પણાનો   ડર    લઈ, ઘટના સુધી  ગયા.

એમાં   નવાઈ   શું , જો   નિરાશાઓ      સાંપડે!
મીઠપની  આશે કાં , અમે દરિયા સુધી   ગયા?

પાગલપણાથી  પર   હશે   ના, એની  જિંદગી
ઈચ્છા   જે    ફૂલની  લઈ  સહરા   સુધી ગયા?

મરવાની   ઈચ્છા    એટલે ‘મન્સુર’ ફળી નહીં
ડૂબી   જવાની  આશ લઈ, તરણા  સુધી ગયા.

-મન્સુર કિસ્મત કુરેશી

ભાવનગર એ મારી જન્મભૂમિ અને મા-ભોમની મારી આ મુલાકાતમાં પહેલી સાહિત્ય-સફર એટલે
મારું  રુડુ -રણિયામણું ભાવશાળી ભાવનગર જ્યાં “બુધસભા” દરબુધવારે મળે,સૌ  કવિ-મિત્રો મળે અને કાવ્ય પાઠન થાય અને નવેમ્બર , ૨૮,૨૦૦૭ના રોજ  અતિથી મહેમાન તરીકે મને આમંત્રિત કરેલ. આપ સૌને ખબરજ હશે અને સૌ કહેછે કે “જ્યાં  કોઈ પણ ઘરે પથ્થર ફેકો તો એ ઘર કવિનું જ હોય..સભામાં ખ્યાતનામ આપણાં ડૉ.વિનોદભાઈ જોશી સહિત કિસ્મત કુરેશીના પૂત્ર “મન્સુર કિસ્મત કુરેશી” પણા હતાં. પિતાનો વારસો જેમણે બહુજ કુશળતાથી અને સહ્જ ભાવે
જાળવી રાખ્યો છે.તેમની આ ગઝલ આપની સમક્ષ રજૂ કરતાં મને આન્ંદ થાય છે.

Advertisements

નવેમ્બર 29, 2007 - Posted by | ગમતી ગઝલ

4 ટિપ્પણીઓ »

 1. very nice ‘GAZAL’

  ટિપ્પણી by pravinash1 | નવેમ્બર 29, 2007

 2. મરવાની ઈચ્છા એટલે ‘મન્સુર’ ફળી નહીં
  ડૂબી જવાની આશ લઈ, તરણા સુધી ગયા.

  khubsoorat sher! khub sundar gazal

  ટિપ્પણી by hemantpunekar | નવેમ્બર 29, 2007

 3. ખૂબ સરસ ગઝલ છે.

  ટિપ્પણી by shivshiva | નવેમ્બર 30, 2007

 4. સુંદર ગઝલ… ચારે ય શેર મજાના થયા છે…

  ટિપ્પણી by વિવેક | નવેમ્બર 30, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s