"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

માતાને જીભ ચઢાવવાની અનોખી શ્રદ્ધા -શ્રધ્ધાળુની શ્રધ્ધાનો સાગર

માતાને જીભ ચઢાવવાની અનોખી શ્રદ્ધા
શક્તિ પૂજામાં શ્રદ્ધાળુઓ જીભ કાપીને લોહી દેવીને ચઢાવે છે !
શ્રુતિ અગ્રવાલ

આસ્થા અને શ્રદ્ધાની ભાવનામાં વહીને વ્યક્તિ શું નથી કરી બેસતો….. આ વખતે આસ્થા અને અંધવિશ્વાસની અમારી વિશેષ પ્રસ્તુતિમાં અમે તમને બતાવી રહ્યા છે શક્તિ પૂજા. ખાસ કરીને નવરાત્રિમાં શ્રદ્ધાળુઓનો હોય છે અનેરો ઉત્સાહ. આસ્થાના આ સમુદ્રમાં ભક્તો કદી પોતાના શરીરને તકલીફ પહોંચાડીને દેવીને પ્રસન્ન કરવાની કોશિશ કરે છે તો કદી ‘દેવી આવજો’ આવું માનીને અજબ-ગજબની હરકતો કરે છે.

W.D W.D


આમ તો શક્તિ પૂજામાં ઉત્સાહનું આવું દ્રશ્ય બહુ સામાન્ય ગણાય છે. પણ નવરાત્રિના સમયે ઉત્સાહનો આ દરિયો પોતાની દરેક સીમા પાર કરી જાય છે. ગલી-ગલીમાં બનેલા દુર્ગા મંદિરની બહાર લોકો પાગલોની જેમ ઝૂમતા-નાચતા જોવા મળે છે. આ લોકોને ન તો પોતાના શરીર પર કાબૂ હોય છે કે ન તો મગજ પર…

સૌથી પહેલા અમે ઈંદોરના એક દુર્ગા મંદિર તરફ વળ્યા. કહેવાય છે કે અહીંના પૂજારીને દુર્ગા માતા આવે છે. જ્યારે અમે ત્યાં ગયા તો, ત્યાંનું દ્રશ્ય જોઈને ચોંકી ગયા. ત્યાંના કેટલાય લોકો વિચિત્ર રીતે ઝૂમી રહ્યા હતા. ત્યાંના મુખ્ય પુજારી સળગતી કપૂર પોતાના મોઢામાં મુકીને અને તલવાર હાથમાં લઈને ભક્તોની વચ્ચે કૂદી રહ્યા હતા. અહીં આવેલા શ્રધ્ધાળુઓ તેમને દેવી માનીને પૂજી રહ્યા હતા. સાથે જ બીજા ભક્તો પણ ગાંડાની જેમ ઝૂમી રહ્યા હતા. આમાંથી કેટલાક લોકો તો મોટા ધંધાર્થીઓ અહીં સુધી કે સરકારી કર્મચારીઓ પણ હતા. બીજી બાજુ ભક્તોની ભીડમાં પણ દરેક વર્ગના લોકો હતા.

W.D W.D


જ્યારે અમે પૂજારી સુરેશ બાબા જોડે વાતચીત કરી તો તેમણે જણાવ્યું કે વર્ષોથી તેમને માઁતા આવે છે. આ વરદાન તેમને ઓઁકારેશ્વરમાં સ્નાન કરતા સમયે મળ્યું હતુ. શરીરમાં માતા આવે ત્યારે તેમના દરવાજે આવેલો કોઈ પણ વ્યક્તિ ખાલી હાથે પાછો નથી જતો. અહીં આવીને તેમની દરેક ઈચ્છાઓ પૂરી થાય છે.

અહીંથી નીકળીને અમે ઘાર રોડ પર બનેલા કેટલાંક નવા ગામ તરફ વળ્યાં. ગામ પાસે બનેલા તળાવમાં લોકોની શક્તિ પૂજા જોઈને કોઈને પણ ડર લાગી જાય. કેટલીક સ્ત્રીઓ ભાવુક થઈને પોતાની જીભ પર તલવાર ફેરવી રહી હતી… લોકો જુદી-જુદી રીતે પોતાના શરીરને તકલીફો આપી રહ્યાં હતા.

આ સાથે જ મધ્યપ્રદેશના કેટલાય શહેરોમાં અમને આવા જ દ્રશ્યો જોવા મળ્યા…. ક્યાંક તો કોઈ પોતાને દુર્ગાનો અવતાર માનતા હતા તો ક્યાંક કોઈ કાળીનું રૂપ લઈને બેસી હતી. શક્તિ પૂજાનું આ દ્રશ્ય ધીરે-ધીરે ભયાનક રૂપ ધારણ કરી રહ્યું હતુ. વિચિત્ર રીતે ઝૂમતા લોકોએ દેવીને પોતાનું રક્ત ચઢાવવાનું શરૂ કરી દીધુ હતુ.

W.D W.D


જી, હાઁ, અહીં અમે વાત કરી રહ્યા છે આઁત્રી માતાના મંદિરની. નીમચથી લગભગ 60 કિ.મી. દૂર આ મંદિર આવેલું છે. આ મંદિરની માન્યતા છે કે જે વ્યક્તિ માઁના દ્વારે જીભ ચઢાવે છે તેની મનોકામના પૂરી થાય છે. અહીંના પૂજારીનું કહેવું છે કે માતાના દ્વારે અત્યાર સુધી સેંકડો લોકો જીભ ચઢાવી ચૂક્યાં છે.

અહીં જીભ ચઢાવી રહેલા મનોહર સ્વરૂપના ભાઈએ અમને બતાવ્યું કે લગ્નના 12 વર્ષ પછી પણ મનોહરના ઘરે પારણું નહોતું બંધાયુ. મનોહરે આઁત્રી માતાના મંદિરે માનતા માની હતી કે, જો તેની પત્નીનો ખોળો ભરાશે તો તે અહીં આવીને પોતાની જીભ ચઢાવશે. માતાએ મનોહરની મનોકામના પૂરી કરી તેથી તે અહીં જીભ ચઢાવવા આવ્યો છે.

W.D W.D


અને અમારી સામે જ મનોહરે પોતાની જીભ કાપીને દેવીની સામે ચઢાવી દીધી. મનોહર એકલો નહોતો, તેના જેવા ધણા લોકોએ માઁ ને પોતાની જીભ ચઢાવી. અહીંની માન્યતા છે કે, જીભ ચઢાવ્યાં પછી ભક્તને મંદિરમાં જ રોકાવવું પડે છે. આઠ થી દસ દિવસ સુધી મંદિરમાં રોકાયા પછી ભક્તની જીભ પાછી આવી જાય છે. પહેલાં અહી જીભ ચઢાવી ચૂકેલા પ્રભાત દેવે પણ અમારી સામે દાવો કર્યો કે માઁની કૃપાથી દસ દિવસમાં જ તેમની જીભ સારી થઈ ગઈ.

W.D W.D


જીભ ચઢાવવાના આ દ્રશ્યએ અમને અંદર સુધી હચમચાવી નાખ્યાં. શું માઁને ખુશ કરવા માટે બાળકોએ પોતાના શરીરને કષ્ટ આપવું પડે છે ? શું આવી જ રીતે માઁ તેમની મનોકામના પૂર્ણ કરે છે ? ગાંડાંની જેમ ઝૂલતા લોકોની અંદર શું સાચે જ કોઈ દૈવી શક્તિ પ્રવેશ કરે છે ? આ બધા સવાલોનો જવાબ અમારી પાસે નહોતો….. અમારી પાસે તો હતો શ્રધ્ધાળુની શ્રધ્ધાનો સાગર….એવો સાગર કે જેને જોઈને શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે.

COURTESY OF WEBDUNIA

નવેમ્બર 8, 2007 - Posted by | ગમતી વાતો

5 ટિપ્પણીઓ »

 1. આઘાત લાગે એવા સમાચાર. પત્રકારે પછી આના માટે કંઈ કર્યું?

  ટિપ્પણી by Chirag Patel | નવેમ્બર 8, 2007

 2. સહુની શ્રદ્ધા સહજ તે ત્રણ પ્રકારની હોય
  સાત્વિક, રાજસ, તામસી સુણ તે કેવી હોય

  હૈયુ જેવું હોય છે તેવી શ્રદ્ધા હોય
  શ્રદ્ધામય છે માનવી, શ્રદ્ધા જેવો હોય

  સાત્વિક પૂજે દેવને, રાજસ યક્ષ ભજે
  તમોગુણીજન પ્રેતને પ્રાણી અન્ય ભજે

  શાસ્ત્રોથી ઉલટી કરે ઘોર તપસ્યા જે
  દંભી અભીમાની અને કામી ક્રોધી જે

  આત્મારૂપ રહ્યા મને તે પીડા કરતા
  નિશ્ચય તેનો રાક્ષસી ફોગટ શ્રમ કરતા

  (સરળગીતા અધ્યાય ૧૭)

  ટિપ્પણી by atuljaniagantuk | નવેમ્બર 8, 2007

 3. One Billion People-33Million Hindu Gods–Everything is possible–This happens everyday–Just to pray for the freedom of Sanjay Datt–I have seen a man chopping off his fingers in temple–That is the future Super Power India.

  ટિપ્પણી by Harnish Jani | નવેમ્બર 8, 2007

 4. Unbelievable.

  ટિપ્પણી by pravinash1 | નવેમ્બર 9, 2007

 5. શ્રદ્ધા સાથે અંધ શ્રદ્ધા જોડાઈ જાય ત્યારે આવું પરિણામ આવે.

  ટિપ્પણી by shivshiva | નવેમ્બર 30, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s