"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સાહિત્ય-સમાચાર

 gujarat.jpg

ભાવનગરમાં મેઘાણી જન્મજયંતીનો વિશિષ્ટ ઉત્સવ:

ગુજરાતના લાડીલા શાયર શ્રી ઝ્વેરચંદ મેઘાણીએ પોતાના આયુષ્યનાં યાદગાર વર્ષો ભાવનગરમાં જે સ્થળે વીતાવ્યાતે ભાવનગરના પ્રખ્યાત જશોનાથ મંદીરના પરિસરમાં શ્રી મેઘાણીના જન્મદેનની વિશિષ્ટ ઉજવણી ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન,ભાવનગર યુનિવર્સિટીંનાં વિદ્ર્યાર્થીઓ દ્વારા તા.28 ઑગસ્ટ,2007ને રક્ષાબંધનના દિને  કરવામાં આવી. આ કાર્યક્રમમાં કવિશ્રીનાંગીતો, વાર્તાઓ, પત્રોમાંથી પઠ્ન-ગાયનની પ્રસતુતિ થઈ. મહેન્દ્ર પરમારે સૌને શાબ્દિક સ્વાગતથી સત્કાર્યા. મેઘાણી પરિવારના સદસ્ય શ્રી જયંતભાઈ મેઘાણીએ ભાવનગર સાથેના મેઘાણીના ભાવાત્મક સંબંધનું સ્મરણ  કર્યુ. મુરલીબેન મેઘાણી એ  કવિશ્રીનાં ગીતોનું મધુર ગાન કર્યુ .ભવનનાં વિદ્યાર્થીઓએ મેઘાણીની વાર્તાઓ ‘બદમાશ’ અને ‘દીકરો’નું ભાવવાહી  વાચિકમ તેમજ કવિશ્રીનાં કાવ્યો ‘માની યાદ’  , ‘ચારણ કન્યા’ તથા લોકગીતોનું ગાન કર્યુ. શ્રી તખ્તસિંહજી પરમારે આશીર્વચન સાથે મેઘાણીનાં સંસ્મરણો  પ્રગટ કર્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિપુલ પુરોહિતે કર્યુ હતું.

********************

સુરેશ દલાલને નરસિંહ મહેતાનો  ઍવોર્ડ એનાયત .

વિદ્યમાન ગુજરાતીકવિને તેના સમગ્ર કવિતા-સર્જનને લક્ષ્યમાં લઈને પ્રતિવર્ષ અપાતો ‘ આદ્યકવિ નરસિંહ મહેતા ઍવોર્ડ’ તેના  દસમાં વર્ષે શ્રી સુરેશ દલાલને  આ શરદપૂર્ણિમાએ , 26મી ઓકટોબર 2007ના રોજ જૂનાગઢમાં એનાયત  થયો.

*************************

શ્રી નારાયણ દેસાઈને મૂર્તિદેવી ઍવોર્ડ એનાયત થયો.

પ્રખર ગાંધીવાદી સાહિત્યકાર અને ગુજરાતી સાહિત્ય પરિષદના વર્ષ 2008-09માટે વારાયેલા પ્રમૂખશ્રી નારાયણ દેસાઈને તેમના ગાંધી ચરિત્ર પરના પુસ્તક ‘મારું જીવન એ જ મારી વાણી’ માટે અમદાવાદમાં તા.14 સપ્ટેમ્બર 2007ના રોજ  યોજાઈ ગયો. ગાંધીજીના પૌત્ર અને બંગાળના રાજ્યપાલ શ્રી ગોપાલકૃષ્ણ ગાંધીના હસ્તે આ સન્માન એનાયત થયું.

*****************************************

શ્રી રવીન્દ્ર પારેખને સુરતની કલાસંસ્થા પારિતોષક આપવાનું જાહેર થયું છે.

શ્રી ગૌરાંગ ઠાકરને આ જ સંસ્થા દ્વારા 2007ના નવોદિત સાહિત્યકાર તરીકે સન્માન નક્કી થયું છે.

Advertisements

ઓક્ટોબર 29, 2007 - Posted by | ગમતી વાતો

1 ટીકા »

  1. ફૂલવાડીમાં નવી-નવી તરેહના ફૂલો ઊગતા જોઈને આનંદ થાય છે…. આ વખતે ઘણા લાંબા સમયે આવવાનું થયું.. બાર દિવસનો પ્રવાસ અને પછી ઓચિંતો કામનો બોજો…. આજે થોડો સશ્વાસ લેવાનું શક્ય બન્યું એટલે અહીં ફૂલોની મહેંક લેવા આવ્યો… સરસ કામ થયું છે, વિશ્વદીપભાઈ…

    ટિપ્પણી by વિવેક | નવેમ્બર 30, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s