"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મને ગમતા શેર

 images11.jpg

બસ     દુર્દશાનો    એટલો   આભાર    હોય   છે,

જેને     મળું     છું   મુજથી    સમજદાર   હોય છે.

-મરીઝ

મારી હસ્તી મારી પાછ્ળ એ રીતે વીસરાઈ  ગઈ,

આંગળી જળમાંથી  નીકળી ને જગા પુરાઈ ગઈ.-

ઓજસ પાલનપુરી

જે    શોધવામાં    જિંદગી    આખી   પસાર   થાય,

ને    એજ     હોય     પગની તળે  એમ   પણ બને.

-મનોજ ખંડેરીયા

કંઠમાં    શોભે   તો શોભે   માત્ર      પોતાનો     અવાજ,

પારકી      રૂપાળી       કંઠી         બાંધવાનું      છોડીએ.

-હેમેન શાહ.

અસર   એવી   નથી    જોઈ મેં   વર્ષોની  ઈબાદતમાં,

ફકત   બે જામમાં  તુર્ત જ જીવન બદલાય   છે સાકી.

-મરીઝ

તને   પીતા નથી    આવડતું     મૂર્ખ    મન   મારા,

પદાર્થ     એવો     ક્યો   છે    કે   જે    શરાબ  નથી?

-અમૃત ઘાયલ

ના     હિન્દુ નીકળ્યા     ન મુસલમાન     નીકળ્યા,

કબરો     ઉઘાડી   જોયું     તો     ઈનસાન નીકળ્યા.

-અમૃત ઘાયલ

Advertisements

ઓક્ટોબર 25, 2007 - Posted by | શાયરી

3 ટિપ્પણીઓ »

  1. કંઠમાં શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ,
    પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ.

    -હેમેન શાહના આ શેરમાં એક ‘શોભે’ લખવાનું રહે ગયું છે…. .

    ટિપ્પણી by વિવેક | ઓક્ટોબર 25, 2007

  2. ખૂબ સુંદર સંકલન… આભાર…

    ટિપ્પણી by વિવેક | ઓક્ટોબર 25, 2007

  3. it is realy nice

    ટિપ્પણી by sushila | ઓક્ટોબર 26, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s