"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

કફન કાળા-કિસ્મત કુરેશી

 butterfly_01_51.jpg

ભ્રમરના      સંગે   રંગે     નથી     થાતાં   સુમન કાળાં,

ગિરિની      શ્યામ છાયાથી  કદિ  ના થાય  વન કાળા.

ગળ્યા   જે   અંધારે,    રંગ     પાછા      કાઢવા    પડશે,

અમાસી  રાતથી      ના થઈ શકે   નીલાં ગગન  કાળા.

ઘણીએ ચીજ આલમમાં  નથી  તજતી     અસિલયતને,

વસીને    કોલસા    વચ્ચે     નથી    પડતાં   રતન કાળા.

નિહાળી   હું     શકું     છું   ઉજળાં    મન   ઓથમાં   એની,

નથી    ભરમાવી  શકતાં મારી      દ્રષ્ટિને     વદન કાળા.

કહે  છે   કોણ    કે    કાળાશ   પણ    મોહક    નથી    હોતી?

રૂપાળા    હર    વદન   પરનું     આકષૅણ     નયન   કાળાં.

રખે    સાબિત     કરે    મરનારનાં     એ     કામ     કાળાંને ,

જગત    એથી    જ     કોઈને     નથી   દેતું       કફન કાળાં.

તિખારાને      રુપાળા      રંગ      સાથે    શી    અદાવત છે?

કે ‘કિસ્મત’,      આગ   ચાંપી   એ   કરી દે છે  ચમન કાળાં.

(1976 દરમ્યાન ‘કુમાર’માં પ્રગટ થયેલ ગઝલોમાં શ્રેષ્ઠ ગઝલ તરીકે પુરસ્ક્રુત)

ઓક્ટોબર 24, 2007 - Posted by | ગમતી ગઝલ

3 ટિપ્પણીઓ »

 1. each sher is excellent ….. gr8 ….

  ટિપ્પણી by કુણાલ | ઓક્ટોબર 24, 2007

 2. bahu saras gazal

  ટિપ્પણી by vijayshah | ઓક્ટોબર 25, 2007

 3. સુંદર ગઝલ… સાચે જ શ્રેષ્ઠ કહેવડાવવાને લાયક…

  ગળ્યા જે અંધારે, રંગ પાછા કાઢવા પડશે,

  – આ પંક્તિમાં અને –
  રુપાળા હર વદન પરનું આકષૅણ નયન કાળા.

  – આ પંક્તિમાં ટાઈપ કરવાની ગરબડ થઈ જણાય છે… વારંવાર ગઝલમાં નુક્તેચીની કરતો રહું છું તે બસ એટલા માટે કે સમયની સારણી પર ઘસાઈને આ બ્લૉગનો હીરો સદા ઝળહળતો જ રહે…

  ટિપ્પણી by વિવેક | ઓક્ટોબર 25, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s