"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

બહુ અંગત અંગત નામ હતાં

frangipani-flowers.jpg 

ખૂશ્બોમાં  ખીલેલાં  ફૂલ  હતાં, ઉર્મિમાં  ડૂબેલા  જામ  હતાં,
શું  આંસુનો  ભૂતકાળ  હતો – શું   આંસુંના પણ નામ હતા.

થોડાક    ખુલાસા    કરવા’તા,  થોડીક    શિકાયત   કરવી’તી,
ઓ મોત,   જરા  રોકાઈ જતે , બેચાર  મને    પણ કામ હતાં.

હું  ચાંદની રાતે  નીકળ્યો  તો   ને મારી    સફર  ચર્ચાઈ  ગઈ,
કંઈ મંઝીલ  પણ મશહૂર હતી,કંઈ  રસ્તા  પણ બદનામ હતાં.

જીવનની    સમી    સાંજે      મારે  જખ્મોની    યાદી    જોવી’તી,
બહુ  ઓછા  પાનાણ જોઈ શક્યો,બહુ અંગત અંગત નામ હતાં.

જે     પેલા    ખૂણે     બેઠા   છે    એ    ‘સૈફ’ છે, મિત્રો   જાણો   છો?
એ       કેવા  ચંચલ  જીવ      હતા, ને   કેવા    રમતારામ   હતા!
 

Advertisements

ઓક્ટોબર 17, 2007 - Posted by | ગમતી ગઝલ

3 ટિપ્પણીઓ »

 1. થોડાક ખુલાસા કરવા’તા થોડીક શિકાયત કરવી’તી, ઓ મોત જરા રોકઈ જતે,બે ચાર મને પણ કામ હતા. બહુ સરસ ગઝલ છે.

  ટિપ્પણી by Rekha | ઓક્ટોબર 17, 2007

 2. Excellent Choice–Maza aavi gayi-

  ટિપ્પણી by Harnish Jani | ઓક્ટોબર 17, 2007

 3. હું ચાંદની રાતે નીકળ્યો તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
  કંઈ મંઝીલ પણ મશહૂર હતી,કંઈ રસ્તા પણ બદનામ હતાં.

  WHAT WENT WRONG?

  ટિપ્પણી by મગજના ડોક્ટર | ઓક્ટોબર 18, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s