"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સ્વધામ તરફ

 fun-mazza8041.jpg

નશાના   ધામ   તરફ    મસ્તીના  મુકામ  તરફ,
નિગાહ છે   કે   રહે    છે      સદાય  જામ   તરફ.

કરી   જો     બંદગી  સાહેબની    અદબથી   કરી,
વળ્યા  ન     હાથ   અમારા  કદી   સલામ તરફ.

ઉઠાવો   કોઈ     જનાજો    જવાન   પ્યાસ  તણો,
કે    મીટ  માંડી   નથી  જાતી  ભગ્ન  જામ  તરફ.

હવે    તો    દ્રષ્ટી  ફક્ત    સાદગીને     શોધે     છે,
ગયો     એ     દોર  કે   રહેતી  હતી  દમામ  તરફ.

એ      સ્નેહનું  જ     રૂપાંતર  છે  એય પણ ક્યાંથી,
કે   એમને  હો      તિરસ્કાર    મારા    નામ    તરફ.

દીવાનગીમાં     અજાયબ       મળી   ગઈ    દ્રષ્ટી,
કે    ફાટી    આંખથી  જોતા   રહ્યા   તમામ   તરફ.

ગતિ    ભણી    જ   નજર    નોંધતા  રહ્યા   કાયમ,
કદી   ગયા    ન     અમે    ભૂલથી    વિરમ  તરફ.

જો    હોય  શ્રદ્ધા   મુસાફર    ને    પૂર્ણ     મંજિલમાં,
તો     આપમેળે   વળે    છે     કદમ  મુકામ   તરફ.

હતો     એ      મસ્ત   પ્રવાસી   કરી  પ્રવાસ  સફળ,
અનોખી   શાનથી  ‘ઘાયલ”   ગયો  સ્વધામ તરફ.

-અમૃત ‘ ઘાયલ’

Advertisements

ઓક્ટોબર 4, 2007 - Posted by | ગમતી ગઝલ

1 ટીકા »

  1. કરી જો બંદગી સાહેબની અદબથી કરી,
    વળ્યા ન હાથ અમારા કદી સલામ તરફ.

    – ઘાયલસાહેબની ખરી ખુમારીનું દર્શન…

    ટિપ્પણી by વિવેક | ઓક્ટોબર 13, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s