કરૂણતાની પરંસીમા સમી છતાં રસપ્રદ એવી એક સ્ત્રીની આત્મકથા
“બાઈ”( મૂળ મરાઠી)-વિમલાબાઈ
અનુવાદક અને સંપાદન – કેપ્ટન નરેન્દ્ર
*****************
મિત્ર શ્રી કેપ્ટન નરેન્દ્રે મને પોતાના હસ્તે “બાઈ”(મૂળ મરાઠી)નું અનુવાદ અને સંપાદન કરેલ ગુજરાતી પ્રત મને મોકલી અને એક ,એક ચેપ્ટર વાંચતા કરૂણતા સાથે આપણા સમાજના રૂઢિ-ચૂસ્ત નિતી-નિયમો અને જુન-વાણી કુટુંબમાં પાંચમી દિકરી થઈને જન્મવાથી જે દુઃખના
ડુંગરો ખડખાય તેની વાસ્તવિકતા અને અરેરાટી ભરી ઘટાના વાંચીયે ત્યારે આપણું હ્ર્દયમાં એક કરુણા-ભર્યુ મંથન જાગી જાય .પોતાની નોંધપોથીમાં લખેલી આ એક આત્મકથા આપણાં સમાજનું સાચુ પ્રતિબિંબ રજૂ કરે છે.
ગુજરાતી સાહિત્યના પ્રખર લેખિકા વર્ષા અડાલજા એ “બાઈ” પુસ્તિકા વાંચ્યા પછી લખેછે કે “બાઈ” એ એક સામાન્ય સ્ત્રીની સામાન્ય વાત.એક સ્ત્રીને માથે પડતા દૂખના ડૂંગરોની વાત. પણ એજ અસામાન્ય છે આ કથામાં. વાત છે લાંબી ધીમી તપતી ઉનાળાની બપોરની. જ્યાં છાયો નથી. શીતળાતા નથી અને અગ્નિબાણ વરસતા સૂરજના તાપ નીચે એક લાંબા નિર્જન વૃક્ષનવિહીન રસ્તે ચાલવાનું છે. આ એક સ્ત્રીનાં ખમીર અને ખુમારીની વાત છે.ીક પ્રેમાળ સ્નેહાસિક્ત ચહેરો એમાં પ્રગટ થાય છે. એ કદાચ તમારી કે મારી માનો ચહેરો પણ હોઈ શકે.”
૫૩ વર્ષના ટૂંકા જીવનની દોરી, અસહ્ય દુઃખ વેઠી મે-૪,૧૯૬૮માં જે સ્ત્રીએ પોતાના બાળકોને
સારું શિક્ષણ આપી ઈશ્વરને પ્યારી થઈ ત્યારે એમના પુત્ર નરેન શું લખે છે?'”જીવનમાં પહેલી વાર હું મોકળે મને રડ્યો..આજે બાઈ ગયાને ૩૭ વર્ષ થયાં અને હું લખી રહ્યો રહ્યો છું ત્યારે પણ અશ્રુ રોકાતા નથી .મહાન દીપજયોતિ-સમા બાઈ તેમના ફકત ૫૩ વર્ષના અલ્પજીવનમાં ઊભા થયેલા ભયંકર વાવાઝોડાં વ્રજઘાત અને ધરતીકંપમાંથી અમને બચાવીને સાગર કિનારે લઈ આવ્યાં હતાં. અમારો જીવનપથ પ્રકાશવંતો કરતાં કરતાં પોતેજ પોતાના પ્રકાશમાં વિલીન થઈ ગયાં.”
મિત્રો ,
આ પુસ્તક આપ સૌ જરૂર વાંચો.એક સ્ત્રીની તેમજ એક “મા”ની દર્દભરી કહાની , પોતાના હસ્તે , પોતાની આત્મકથા મરાઠી ભાષામાં પોતાની ડાયરીમાં લખેલ અને એનો ગુજરાતીમાં અનુવાદ કરનાર શ્રી કેપ્ટન નરેન્દ્રને મારા ઘણાં ઘણાં ધન્યવાદ કે જે ગુજરાતી સાહિત્યનું એક અમૂલ્ય પુસ્તક ભેટ આપ્યું છે કે જે વારંવાર વાંચવાનું મન થાય તેમજ ઘરમાં વસાવવા જેવુ પુસ્તક છે.
આ પુસ્તકની પ્રત વિનામૂલ્યે આપને મળી શકશે અને એને માટે હું શ્રી નરેન્દ્રભાઈનો આભારી છુ.
આપ $ ૨.૫૦ ડોલરની સ્ટેમ્પ સાથે આપનું સરનામું લખી નીચેના સરનામે મોક્લી આપશો.
Capt. Narendra
30056 CORSAIR
LAGUNA NIGUEL, CA. 92677
માહીતી માટે ખુબ ખુબ આભાર.
સુખ સગવડોમાં આળોટતા આપણા જેવા લોકોને જીવનની વાસ્તવીકતાનો ખ્યાલ જ નથી. મારી પોતાની એક અનુભુતી વાંચો –
http://gadyasoor.wordpress.com/2007/10/01/slum/
પ્રવીણાબેને પણ જાત અનુભવ કરેલો છે.
સમાજમાં અનેક પરીવર્તનોની તાતી જરુર છે;અભીગમો બદલવાની જરુર છે – અનેક સ્તરે અને અનેક વીશયોની બાબતમાં. નહીં તો ઉપર અને નીચેના સ્તરો વચ્ચે ખાઈ વધતી જ જશે. આપણે બુદ્ધીજીવી લોકોએ જ આ માટે શરુઆત કરવી પડશે.
સાચી નેતાગીરી લેનાર રાજકારણીઓનો યુગ તો સ્વતંત્રતા મળતાં પુરો થઈ ગયો છે.