"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ઘેરો થયો ગુલાલ

    images3.jpg

ગુજરાતી સાહિત્ય સરિતા-હ્યુસ્ટન, ડૉ.રઈશ મનીયારની  ગઝલ-સંધ્યાની ઘણીજ સારી સફળતા બાદે એક આપણા પસિધ્ધ કવિ અને ગઝલકાર શ્રી જવાહર બક્ષી નો કાર્યક્રમ હ્યુસ્ટનને આંગણે રજૂ કરીએ છીયે. ઓકટોબર,૦૬,૨૦૦૭ સાંજે ૫.૦૦ વાગે  ગુજરાતી સમાજના હૉલમાં, ૫૬૨૩ હિલક્રોફટ #૭૦૨ , હ્યુસ્ટાન, ટેકક્ષાસ, ૭૭૦૩૬. આપના કોઈ મિત્ર કે સ્નેહી આ શહેરમાં રહેતા હોય તો જરૂર પધારે અને શ્રી જવાહર બક્ષીની ગઝલનો આસ્વાદ જરૂર માણે. આવો આજે આપણે એમની એક ભવ્ય ગઝલ માણીએ.

 **************************************************

આંખોનો   ભેદ   આખરે   ખુલ્લો   થઈ   ગયો.
બોલ્યા  વિનાજ    હું બધે  પડઘો    થઈ ગયો.

આ   એજ   અંધકાર   છે  કે   જેનો    ડર  હતો,
આંખોને    ખોલતાંજ  એ   તડકો   થઈ    ગયો.

જળને  તો   માત્ર  જાણ છે, તૃપ્તિ  થવા   વિષે,
મૃગજળને   પૂછ  કેમ   હું    તરસ્યો  થઈ  ગયો.

તારી  કૃપાથી  તો  થયો   કેવળ  બરફનો પહાડ,
મારી    તરસના  તાપથી   દરિયો    થઈ    ગયો.

મસ્તી    વધી   ગઈ   તો   વિરક્તિ   થઈ    ગઈ,
ઘેરો    થયો     ગુલાલ  તો   ભગવો   થઈ   ગયો.

-જવાહર બક્ષી
 

Advertisements

ઓક્ટોબર 2, 2007 - Posted by | ગમતી ગઝલ

6 ટિપ્પણીઓ »

 1. મારી તરસનાં તાપથી દરિયો થઇ ગયો…બહુ સરસ રચના છે…

  ટિપ્પણી by Rekha | ઓક્ટોબર 2, 2007

 2. સરસ રચના છે.
  આવીશું અને સંગે માણીશું

  ટિપ્પણી by pravinash1 | ઓક્ટોબર 2, 2007

 3. To listen to Jawaher Baxi on the subject of life and poetry of -Narshinh Mehta–Mirabai–,is a privilage–Talks about Narsi with passion-

  ટિપ્પણી by Harnish Jani | ઓક્ટોબર 3, 2007

 4. મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ,
  ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો.

  khub j saras vaat kari …

  sundar gazal..

  ટિપ્પણી by કુણાલ | ઓક્ટોબર 3, 2007

 5. સુંદર રચના…

  ટિપ્પણી by Niraj | ઓક્ટોબર 3, 2007

 6. સુદર રચના…………..

  ટિપ્પણી by ક્સુંબલ રંગનો વૈભવ | ઓક્ટોબર 5, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s