"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ-કૈલાશ પંડિત

tree.jpg 

ભૂલી   જવાના   જેવો   હશે  એ  બનાવ  પણ,
ક્યારેક  તમને     સાલશે   મારો અભાવ  પણ.

કહેવાતી ‘હા”થી નીકળે ‘ના’તોયે  ભાવ પણ,
માણસની  સાથે  હોય છે  એનો   સ્વભાવ પણ.

કેડી  હતી  ત્યાં  ઘાસને ,   ઉગ્યાં છે  ઝાંખરા,
પુરાઈ  ગઈ  છે  ગામના   પાદરની  વાવ પણ.

ભીંનાશ    કોરી    ખૂંપશે ,  પાનીમાં    કોકદી,
ક્યારેક   યાદ  આવશે     તમને   તળાવ  પણ.

તારી  વ્યથા    કબૂલ   મને   એક    હદ  સુધી,
આંસુ  બનીને  આંખમાં   કાયમ  ન   આવ પણ.

-કૈલાશ  પંડિત **મૂળ મધ્યપ્રદેશના આ કવિ ગુજરાતી ગઝલ માટે પોતાનો પનારો પાડ્યા પછી
 દૂધભાષામાં   લખવાનું ભૂલી જાય, એવી પ્રશસ્તિ પામી ગયાં છે. પ્રેમભર્યા તોફાનનું બીજું નામ . એ અજગર જેવડા મોટા મુંબઈને હરણની ગતીથી રોજ ખૂદે છે. એ જેટલાને મળે છે એટલાને આપણે તો રોજ જોવાનો પણ મ્હાવરો રાખી ન શકીએ. એને  ન  શ્રીમંતનો છોછે , ન ગરીબને મળવાનો રોષ છે. એ કોઈનેય મળી મળી શકતા હોય છે.-મનભરીને.          

સપ્ટેમ્બર 28, 2007 - Posted by | ગમતી ગઝલ

3 ટિપ્પણીઓ »

 1. મઝાની રચના છે. દરેક શેર સુંદર છે. આવી રચના મુકવા બદલ ધન્યવાદ.

  ટિપ્પણી by sunil shah | સપ્ટેમ્બર 28, 2007

 2. sundar rachana ………..
  ભીંનાશ કોરી ખૂંપશે , પાનીમાં કોકદી,
  ક્યારેક યાદ આવશે તમને તળાવ પણ.

  ટિપ્પણી by ક્સુંબલ રંગનો વૈભવ | સપ્ટેમ્બર 29, 2007

 3. કહેવાતી ‘હા”થી નીકળે ‘ના’તોયે ભાવ પણ,
  માણસની સાથે હોય છે એનો સ્વભાવ પણ.

  સાવ સાચી વાત છે.. માણસની સાથે હોય એનો સ્વભાવ પણ…

  ટિપ્પણી by vijayshah | ઓક્ટોબર 2, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: