"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

જમૈકા ગોકુળ જેવું લાગે

images4.jpg 

મારા મનને  જમૈકા ગોકુળ જેવું લાગે,
       આંખ ખોલું તો  દ્વારકા-બેટ લાગે.

ભલે રહ્યાં શ્યામ લોક  આ બેટ પર,
        ભલા  ભટુકડા  ગરીબડા  લાગે.

ચોતરફ દિવાલ સાગરની આવરી લેતી,
         મધ્યે આ ખંડ શેષનાગ લાગે.

તોફાની સાગરે કર્યુ  છે  નૃત્ય ત્રાંડવી અહીં,
          હસતા નગરજન નિડર લાગે.

મને બસ આ રુપાળું જમૈકા સુંદર લાગે,
          દુનિયાનું  રમતું નગર લાગે.

**********************************

મિત્રો,    
    ઘણાં મિત્રોને જમૈકા-ટાપુ વિશે ખ્યાલ હશેજ. આ ટાપુ અમેરિકા, ટેક્ષાસ સ્ટેટથી પ્લેનમાં  ૩-૧/૨ કલાકનો સમય થાય,લગભગ ટેક્ષાસ(હ્યુટન) થી અંદાજે ૨૦૦૦ માઈલે આ ટાપુ આવેલ છે.ક્યુબાથી ૩૦૦ માઈલ્સ દૂર. આ સુંદર ટાપુ પહેલા બ્રિટિશ-કોલોનીમાં ગણાતું, અત્યારે લોકશાહીથી ચાલતો આ દેશમાં ગરીબાઈ તો જરૂર જોવા મળે, અમે જે ઘર (વેકેશન હાઊસ) ભાડે રાખેલ છે તેમાં ચાર વ્યકતીઓ છે , જેમાં એક રસોઈ બનાવે ,એક ઘરનું કામ-કાજ,ત્રીજી વ્યક્તિ,ખાવા-પીવા તેમજ અન્ય વ્યવ્સ્થા કરે અને રાત્રે સિક્યોરિટી -ગાર્ડ એમ ચાર-ચાર વ્યક્તિને રોટી-રોજી મળે અને એ લોકોને રહેવા સરવન્ટ્સ-ક્વાર્ટ્સ( જે રૂમ બહુજ નાના હોય).
એ લોકો  આપણાં ફેમિલીને પુરેપુરા ખુશ કરવા પ્રયત્ન કરે.દયા આવે! સ્વર્ગ જેવો ટાપુ ! ઈશ્વરે
મન્ મૂકી સુંદરતા વેરી છે મૂલાકાતીઓ પર મોટા ભાગના વ્યક્તી નિર્ભર છે.આ ટાપુ પર દરરોજ
દરિયા-કિનારે વસેલ ઘર પરથી જે સૌદર્ય નિહાળ્યું તેના પર થી આ સુંદર કાવ્ય લખાય ગયું.

        

        
 

સપ્ટેમ્બર 26, 2007 - Posted by | સ્વરચિત રચના

7 ટિપ્પણીઓ »

 1. સુંદર અવલોકન અંકલ!!

  ટિપ્પણી by ઊર્મિ | સપ્ટેમ્બર 26, 2007

 2. Jo tamne Gokul jevi rasta ma rakhadti Gayo dekhay to biju kavya lakhjo–

  ટિપ્પણી by Harnish Jani | સપ્ટેમ્બર 26, 2007

 3. જાણવાની ને માણવાની બને મજા આવી.જમૈકામાં ગોકુળ અનુભવી શકાય એથી રૂડુ બીજુ શુ ?

  ટિપ્પણી by nilam doshi | સપ્ટેમ્બર 27, 2007

 4. એટલે તો આપણામા કહ્યું છે

  મન ચંગા તો કથરોટમે ગંગા’
  વાચવાની ખૂબ મઝા આવી.
  તમારી દૃષ્ટિ સુંદર છે તે અનુભવ્યું.

  ટિપ્પણી by pravinash1 | સપ્ટેમ્બર 27, 2007

 5. જમૈકાને ગોકુળ સાથે સરસ રીતે સરખાવ્યુ છે…એક દિવસ કાનુડાને જરુર આવવુ પડ્સે…..

  ટિપ્પણી by Rekha | સપ્ટેમ્બર 27, 2007

 6. nice ……….. ek bharatiyane gokul badhe naa dekhay to j navaai , kharune ?!!

  ટિપ્પણી by Pinki | ઓક્ટોબર 1, 2007

 7. વાહ,વાહ,…ખુબ સુંદર વર્ણન,ઉમદા અને ઉદાર મન,પારકામાં પોતીકા જેવો ભાવ
  અને અનુભૂતી,નિખાલસતા….આ સઘળું તમારી રચનામાં આંતરિક રુપ ભરી જાય છે.
  દિલના સાચા અભિનંદન…

  ટિપ્પણી by Devika Dhruva | ઓક્ટોબર 2, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s