"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

લઈ શકો તો તુષાર લઈ લો

unimed-pai-e-filho.jpg 

ખરીદો  ઝરણાં  અને   સમુદ્ર  ને   ઉપવનોની  બહાર  લઈ  લો,
ખરીદો   સસ્તામાં    ચાંદની  ને   રોજ  ઊગતી  સવાર લઈલો.

ગગનના  પાલવ  ઉપર ચમકતી  આ  તારલાની સવાર લઈલો,
કોઈ  ખીલેલે   ગુલાબ પરથી  જો  લઈ  શકો તો તુષાર  લઈલો.

બજારમાં  તો   ઘણો  મળે  છે એ પ્રેમ  લઈ ને  તમે  શું  કરશો?
તમારા પોતાના  ઘરમાં  આવી -તમારી  દુલ્હનનો પ્યાર લઈલો.

કદી  ન   ફેલાવ્યો  હાથ    જેણે  તમારી  દોલતની  ભીખ   માટે,
જો  લઈ  શકો  તો સ્વમાની એવા  બધાં નયનનો  ખુમાર લઈલો.

બધીય     દોલતને  છૂટે    હાથે    કદીક    ખર્ચીને  દોસ્ત  મારા,
બની   શકે  તો    કોઈ કવિના  હ્ર્દયના   છાના  વિચાર  લઈ લો.

પરંતુ   જાણું  છું  આપ    કો’દિ     બહાર   કે   ના  તુષાર  લેશો,
બહુ   જ   બેચેન   થઈ  જશો  તો    નવા કો  મોડલની  કાર લેશો.

-સૈફ પાલનપૂરી

Advertisements

સપ્ટેમ્બર 21, 2007 - Posted by | ગમતી ગઝલ

3 ટિપ્પણીઓ »

 1. સ્વમાનના લેશો, ખુમાર ના લેશો
  ભલે નવી મનગમતા મોડલની કાર લઈ લો
  સરસ

  ટિપ્પણી by pravinash1 | સપ્ટેમ્બર 21, 2007

 2. Gujarati NET is enriching itself by fresh creations …

  Enjoyed. …. Harish Dave Ahmedabad

  ટિપ્પણી by Harish Dave | સપ્ટેમ્બર 22, 2007

 3. સુંદર ગઝલ છે.

  ટિપ્પણી by shivshiva | સપ્ટેમ્બર 22, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s