"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ-ડૉ. રઈશ મનીયાર

              ca7eq9f7ca1g9obocay1ikugcaoqnwrvcaou7j3fcau6wm09ca5fzfjicapmbc8acapkchnxcap7iryrca2bki9ocagmbsb7ca519lxncafbvaljcaug78fpcah7887gca85v7i2ca7eu0d8calw5lbk.jpg

છો   વેદ    વાંચનારાને    માનહાનિ   લાગે ,
પ્રસ્વેદ   પાડનારા   અમને   તો જ્ઞાની  લાગે.

મન  સાફ  હોય ત્યારે  દુનિયા  મજાની  લાગે,
આનંદ   ઉચ્ચ   લાગે    પીડા  ગજાની  લાગે.

બાળકને આખી  દુનિયા  બસ  એકલાની  લાગે,
ખોટું છે , એ  સમજતાં  એક જિંદગાની   લાગે.

પોણા  છ ફૂટની કાયા નહિતર  તો નાની  લાગે,
પડછાયા   લઈ  ફરો  તો તંગી  જગાની  લાગે.

ક્યારેક   ચાલી   ચાલી  તારા  સુધી  ન પહોચું,
ક્યારેક   ઠોકરો   પણ   તારી     નિશાની લાગે.

સપ્ટેમ્બર 17, 2007 - Posted by | ગમતી ગઝલ

6 ટિપ્પણીઓ »

 1. ક્યારેક ચાલી ચાલી તારા સુધી ન પહોચું,
  ક્યારેક ઠોકરો પણ તારી નિશાની લાગે.

  These are my favourite lines! Very nice thoughts Raeeshbhai in this gazal. Please let me know where are you in USA? I would love to talk with you before I leave for India on Sept 22, 2007. With best wishes and warmest personal regards,

  Dinesh O. Shah (Mobile Ph: 352-871-4993)

  ટિપ્પણી by Dinesh O. Shah | સપ્ટેમ્બર 17, 2007

 2. ક્યારેક ચાલી ચાલી તારા સુધી ન પહોચું,
  ક્યારેક ઠોકરો પણ તારી નિશાની લાગે.

  khub j saras..!

  ટિપ્પણી by chetu | સપ્ટેમ્બર 17, 2007

 3. વાહ…
  મન સાફ હોય ત્યારે દુનિયા મજાની લાગે..
  સાવ સાચી વાત..

  ટિપ્પણી by Devika Dhruva | સપ્ટેમ્બર 18, 2007

 4. SAMAJAVANI VAAT CHHE

  NA RAKHUN AAS KADI KOI PAAS

  PACHHI KON KARE MANE NIRAAS,,,,,,,,,,,RAMANLAL SONI

  DIL NE HALAKUN RAKHAVUN JOIE,,,,,,,,,GOOD MASSEGE

  ટિપ્પણી by REKHASDEDHIA | સપ્ટેમ્બર 18, 2007

 5. બાળકને આખી દુનિયા બસ એકલાની લાગે,
  ખોટું છે , એ સમજતાં એક જિંદગાની લાગે.

  પોણા છ ફૂટની કાયા નહિતર તો નાની લાગે,
  પડછાયા લઈ ફરો તો તંગી જગાની લાગે.

  ખુબ સુંદર વાત કરી … આપણે બધાં ખબર નૈ કંઇ કેટલાયે પડછાયાઓ લઈ લઈ ને ફરતા રહેતા હોઈએ છીએ !!!

  ટિપ્પણી by કુણાલ | સપ્ટેમ્બર 18, 2007

 6. મન સાફ હોય ત્યારે દુનિયા મજાની લાગે,
  આનંદ ઉચ્ચ લાગે પીડા ગજાની લાગે.

  બાળકને આખી દુનિયા બસ એકલાની લાગે,
  ખોટું છે , એ સમજતાં એક જિંદગાની લાગે.

  -ખૂબ સુંદર વાત…. બાળકવાળો શેર તો આપણી ભાષાના સર્વકાલિન શ્રેષ્ઠ શેરોની પંગતમાં ગૌરવપૂર્વક બેસી શકે એવો થયો છે…

  ટિપ્પણી by વિવેક | સપ્ટેમ્બર 19, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s