શૂન્ય પાલનપૂરીના જાણીતા શે’ર
કવિશ્રી પાલનપૂરી અનેક પ્રકારની બિમારીથી પીડાતા હતા ક્યારેક બધા જ રોગોનાં નામો શે’ર અદાથી બોલી બધાને હસાવવાને બાને પોતા પર હસતા.
સુંદર જો હો તબીબ તો છે એક વાત નો ડર,
સાજા થવાની કોઈ ઉતાવળ નહીં કરે.
********************************
તારો ને મારો મેળ નહીં ખાય ઓ તબીબ ,
મુજને પડી દરદની તને સારવાર ની.
*********************************
ઉપચારો ગયા અને આરામ થઈ ગયો ,
પીડા જ રામબાણ હતી કોણ માનશે?
**********************************
તબીબોને કહીદો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું, જેને બહું સારી પેઠે દવા ઓળખે છે.
*********************************************
પરિચય છે મંદિરોમાં દેવોને મારો,
અને મસ્જદોમાં ખૂદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી,
તમારા પ્રતાપે બધા ઓળાખે છે.
***************************
નહીં હોય ચંદાનું ઘાયલ જિગર તો,
અલૌકિક પ્રણયની કદર કોણ કરશે?
સિતારા બની જો ચમકશે ન આસું,
જગે પ્રેમ ગાથા અમર કોણ કરશે ?
*****************************
તોફાનને દઈને , અણછાજતી મહત્તા,
તું વાતનું વતેતર ના કર, ક્ષમા કરી દે,
હોડીનું એક રમકડું, તૂટ્યું તો થઈ ગયું શું?
મોજાની બાળ હઠ છે, સાગર ક્ષમા કરી દે!