"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ્-કૈલાસ પંડીત

                         imagescamqnq8j.jpg

સપ્ટેમ્બર-૧૧ ! ગોઝારા પ્રસંગે મારી અશ્રુભરી શ્રધ્ધાંજલી  !

 વિના કારણ જિંદગી  હાથ  ધોઈ  જતી રહી,
 રડતા  મા-બાપ ને બાળ   એ  જોતી  રહી, 
 કેવો સિતમ કરી ગયા!જાનવર જેવા દાનવો!
 આજ સૌ ની યાદ  અમારા અશ્રુમાં વહેતી રહી.

**************************************************

જિંદગીના   હર  કદમ  પર  મારે  અથડાવું પડ્યું,
એટલે    મૃત્યુને     આધિન   છેવટે    થાવું  પડ્યું .

કોઈને      હેરાન    કરવા    છેડ    મેં   કીધી  હતી,
ઉમ્રભર     હેરાન   મારે,     એટલે   થાવું     પડ્યું.

જેની  ચર્ચા,     હું      છડે   ચોકે   કરી લેતો  હતો,
એની    સાથે  વાત  કરતા,   મારે  મૂંઝાવું  પડ્યું.

ગીત  ના ગાઈ  શક્યો, ને સાજ   પણ તૂટી  ગયું,
એટલે   આંસુ    વહાવી   દિલને   બહેલાવું  પડ્યું.

કે  વરસતાં  વાદળા    જેવા, બધા  મિત્રો  મળ્યા,
પ્યાસ   મારી  ના  બુઝી , નાહક   ભીંજાવું  પડ્યું.

Advertisements

સપ્ટેમ્બર 11, 2007 - Posted by | ગમતી ગઝલ

6 ટિપ્પણીઓ »

 1. નરી આંખે જે જોયું તે પચાવવું પડ્યું
  ક્મને હરિનું લોચન ભીનું જોવું પડ્યું

  ટિપ્પણી by pravinash1 | સપ્ટેમ્બર 11, 2007

 2. “કે વરસતા વાદળ જેવા બધા મિત્રો મળ્યા

  પ્યાસ મારી ના બુઝી નાહક ભીંજાવું પડ્યું”

  કવીએ બહુ સુન્દર વાત કહી ! આ પંક્તિ વાંચી

  મને કવિ રમેશ પટેલ, પ્રેમોર્મિની એક સુંદર પંક્તિ યાદ આવી ગઈ,

  “જીંદગીના કઇ દિવસો શેરડી કુચા બન્યા

  રસ અમારો પી લીધો મીત્રો ઘણા ખુશી થયા !”

  ડો.દિનેશ ઓ.શાહ, ગેઇન્સવીલ, ફ્લોરિડા, યુ.એસ.એ.

  ટિપ્પણી by Dr. Dinesh O. Shah | સપ્ટેમ્બર 11, 2007

 3. ekdam hraday sparshi..

  ટિપ્પણી by chetu | સપ્ટેમ્બર 11, 2007

 4. કે વરસતાં વાદળા જેવા, બધા મિત્રો મળ્યા,
  પ્યાસ મારી ના બુઝી , નાહક ભીંજાવું પડ્યું.

  વાહ…વાહ..

  ટિપ્પણી by Devika Dhruva | સપ્ટેમ્બર 14, 2007

 5. The Makta is left out…here it is

  e reete aandhi oothi, laine kafan besi gai
  joi dasha “kailas”ni kudrat ne sharmaavoo padyu

  ટિપ્પણી by Prashant | સપ્ટેમ્બર 19, 2007

 6. જિંદગીના હર કદમ પર મારે અથડાવું પડ્યું
  એટલે મૃત્યુને આધિન છેવટે થાવું પડ્યું

  કોઈને હેરાન કરવા છેડ મેં કીધી હતી,
  ઉમ્રભર હેરાન મારે, એટલે થાવું પડ્યું.

  જેની ચર્ચા, હું છડે ચોકે કરી લેતો હતો,
  એની સાથે વાત કરતા, મારે મૂંઝાવું પડ્યું.

  ગીત ના ગાઈ શક્યો ને સાજ પણ તૂટી ગયું
  એટલે આંસુ વહાવી દિલને બહેલાવું પડ્યું

  કે વરસતા વાદળા જેવા બધા મિત્રો મળ્યા
  પ્યાસ મારી ના બૂઝી નાહકનું ભીંજાવું પડ્યું

  જે રીતે આંધી ઊઠી થઈને કફન બેસી ગઈ
  જોઈ દશા કૈલાસની કુદરતને શરમાવું પડ્યું……….. કૈલાસ પંડિત
  ________________________________________

  ટિપ્પણી by Janak Manilal Desai | નવેમ્બર 27, 2013


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s