"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મૃત્યુ પછીની વાટ

971215789_434ed8825c.jpg 

મૃત્યુ    પછીની   વાટ    વિકટ   ના    બનાવજો,
મારા    મરણામાં   કોઈ      ન  આસું   વહાવજો.

બાળકને       એક-બેની       રજૂઆત  ના  ગમે,
તો    એને   મારા   સુખના     પ્રસંગો  ગણાવજો.

સંપૂર્ણ    કરવી      હોય  જો     વેરાની   કોઈની,
તો   મુજ     અભાગિયાને    નયનમાં   વસાવજો.

ત્યાંથી     કદાચ   મારે       હઠી      જવું   પડે ,
મારી        કશીય   વાતને   મનમાં  ન  લાવજો.

જીવન  સ્વપ્ન  સિવાય    બીજું    કાંઈ  પણ નથી,
એ   માન્યતાથી     મારા   જીવનમાં  ન  આવજો.

હું       બેખબર   રહું    છું    હવે     મારા  હાલથી,
કંઈ     જાણવા   સમું    હો   તો  મુજને   જણાવજો.

કહે છે    તમારું  સ્થાન  નથી  કયાંય  પણ ‘નઝિર!
મક્તઅથી    આ     વિધાનને    ખોટું      ઠરાવજો.

-નઝિર ભાતરીઓ

=

સપ્ટેમ્બર 5, 2007 - Posted by | ગમતી ગઝલ

5 ટિપ્પણીઓ »

 1. પ્રસંગ મારો હતો ને મારી ગેરહાજરી હતી
  તમે આવજો અને દિલના ભાવ જણાવજો

  ટિપ્પણી by pravinash1 | સપ્ટેમ્બર 5, 2007

 2. જીવન સ્વપ્ન સિવાય બીજું કાંઈ પણ નથી,
  એ માન્યતાથી મારા જીવનમાં ન આવજો.

  હું બેખબર રહું છું હવે મારા હાલથી,
  કંઈ જાણવા સમું હો તો મુજને જણાવજો

  એક્દમ સરસ પંક્તિઓ છે..

  ટિપ્પણી by chetu | સપ્ટેમ્બર 6, 2007

 3. મજેદાર રચના…

  ટિપ્પણી by વિવેક | સપ્ટેમ્બર 7, 2007

 4. સુંદર ગઝલ..

  ટિપ્પણી by Devika Dhruva | સપ્ટેમ્બર 9, 2007

 5. Sundar rachna

  ટિપ્પણી by rekha | સપ્ટેમ્બર 13, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: