"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એ પછી…

attachment.gif 

નંદ  ઘેર   આનંદ    ભયો, જય કનૈયાલાલકી..
સૌ મિત્રો ને જન્માષ્ટમીની ખૂબ ખૂબ વધાઈ..

*****************************************

હું  મને  ભૂલી  ગયો, જડતો  નથી  વરસો  સુધી;
એ  પછી  વરસાદ  પણ પડતો  નથી વરસો સુધી.

સૂર્ય  છું  સળગ્યા કરું  છું , શાપ  આપ્યો  છે તમે,
હાથ  આ  અંધારનો  અડતો  નથી  વરસો   સુધી.

કેમ   આ   થંભી  ગયું    છે   મોજું  દરિયામાં કહો?
ડૂસકામાંથી   પવન   ચડતો    નથી   વરસો સુધી.

કેવી  છે   ગંભીરતા, જડ  થૈ    ગયો પથ્થર  સમો,
ઓગળી  શકવા  છતાં   રડતો   નથી  વરસો  સુધી.

છો   મને  અળગો  કર્યો   હો   એક    જણથી કાયમ-
હું   જ  મારી   જાતથી  લડતો  નથી    વરસો સુધી.

-મનીષ પરમાર

સપ્ટેમ્બર 4, 2007 - Posted by | ગમતી ગઝલ

3 ટિપ્પણીઓ »

 1. સૂર્ય છું સળગ્યા કરું છું , શાપ આપ્યો છે તમે,
  હાથ આ અંધારનો અડકતો નથી વરસો સુધી.

  – સુંદર અને સ્પર્શી જાય એવો શેર…

  અહીં અડક્તો ની જગ્યાએ અડતો ન હોવું જોઈએ?

  ટિપ્પણી by વિવેક | સપ્ટેમ્બર 4, 2007

 2. tamane pan janmashtami ni khub khub vadhaai…

  ane sundar rachana….

  ટિપ્પણી by કુણાલ | સપ્ટેમ્બર 5, 2007

 3. જન્મષ્ટમીની વધાઈ.

  ટિપ્પણી by shivshiva | સપ્ટેમ્બર 7, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: