એક ગઝલ-કૈલાશ પંડિત
ભૂલી જવાના જેવો હશે એ બનાવ પણ,
ક્યારેક તમને સાલશે મારો અભાવ પણ.
કહેવાતી ‘હા”થી નીકળે ‘ના’તોયે ભાવ પણ,
માણસની સાથે હોય છે એનો સ્વભાવ પણ.
કેડી હતી ત્યાં ઘાસને , ઉગ્યાં છે ઝાંખરા,
પુરાઈ ગઈ છે ગામના પાદરની વાવ પણ.
ભીંનાશ કોરી ખૂંપશે , પાનીમાં કોકદી,
ક્યારેક યાદ આવશે તમને તળાવ પણ.
તારી વ્યથા કબૂલ મને એક હદ સુધી,
આંસુ બનીને આંખમાં કાયમ ન આવ પણ.
-કૈલાશ પંડિત **મૂળ મધ્યપ્રદેશના આ કવિ ગુજરાતી ગઝલ માટે પોતાનો પનારો પાડ્યા પછી
દૂધભાષામાં લખવાનું ભૂલી જાય, એવી પ્રશસ્તિ પામી ગયાં છે. પ્રેમભર્યા તોફાનનું બીજું નામ . એ અજગર જેવડા મોટા મુંબઈને હરણની ગતીથી રોજ ખૂદે છે. એ જેટલાને મળે છે એટલાને આપણે તો રોજ જોવાનો પણ મ્હાવરો રાખી ન શકીએ. એને ન શ્રીમંતનો છોછે , ન ગરીબને મળવાનો રોષ છે. એ કોઈનેય મળી મળી શકતા હોય છે.-મનભરીને.
એક ગઝલ્-મનોજ ખંડેરિયા
આંગણું બડબડ્યું, ડેલી બોલી પડી ભીંત મૂંગી રહી,
ઘર વિષે અવનવી વાત સહુ એ કરી, ભીંત મૂંગી રહી.
આભમાં ઊડતી બારીઓ પથ્થરે કાં જડાઈ ગઈ ?
વાત એ પૂછનારેય પૂછી ઘણી, ભીંત મૂંગી રહી.
‘આવજો કે’વું શું પથ્થરોને ?’ ગણી કોઈ એ ના કહ્યું,
આંખ માંડી જનારાને જોતી રહી, ભીંત મૂંગી રહી.
ઘર તજી કોઈ ચાલ્યું ગયું એ પછી બારી એ બેસીને,
માથું ઢાળી હવા રાત આખી રહી, ભીંત મૂંગી રહી.
કાળના ભેજમાં ઓગળી ઓગળી એ ખવાતી રહી,
કોઈએ એ વિષે કો’દી પૂછ્યું નહીં, ભીંત મૂંગી રહી.
જમૈકા ગોકુળ જેવું લાગે
મારા મનને જમૈકા ગોકુળ જેવું લાગે,
આંખ ખોલું તો દ્વારકા-બેટ લાગે.
ભલે રહ્યાં શ્યામ લોક આ બેટ પર,
ભલા ભટુકડા ગરીબડા લાગે.
ચોતરફ દિવાલ સાગરની આવરી લેતી,
મધ્યે આ ખંડ શેષનાગ લાગે.
તોફાની સાગરે કર્યુ છે નૃત્ય ત્રાંડવી અહીં,
હસતા નગરજન નિડર લાગે.
મને બસ આ રુપાળું જમૈકા સુંદર લાગે,
દુનિયાનું રમતું નગર લાગે.
**********************************
મિત્રો,
ઘણાં મિત્રોને જમૈકા-ટાપુ વિશે ખ્યાલ હશેજ. આ ટાપુ અમેરિકા, ટેક્ષાસ સ્ટેટથી પ્લેનમાં ૩-૧/૨ કલાકનો સમય થાય,લગભગ ટેક્ષાસ(હ્યુટન) થી અંદાજે ૨૦૦૦ માઈલે આ ટાપુ આવેલ છે.ક્યુબાથી ૩૦૦ માઈલ્સ દૂર. આ સુંદર ટાપુ પહેલા બ્રિટિશ-કોલોનીમાં ગણાતું, અત્યારે લોકશાહીથી ચાલતો આ દેશમાં ગરીબાઈ તો જરૂર જોવા મળે, અમે જે ઘર (વેકેશન હાઊસ) ભાડે રાખેલ છે તેમાં ચાર વ્યકતીઓ છે , જેમાં એક રસોઈ બનાવે ,એક ઘરનું કામ-કાજ,ત્રીજી વ્યક્તિ,ખાવા-પીવા તેમજ અન્ય વ્યવ્સ્થા કરે અને રાત્રે સિક્યોરિટી -ગાર્ડ એમ ચાર-ચાર વ્યક્તિને રોટી-રોજી મળે અને એ લોકોને રહેવા સરવન્ટ્સ-ક્વાર્ટ્સ( જે રૂમ બહુજ નાના હોય).
એ લોકો આપણાં ફેમિલીને પુરેપુરા ખુશ કરવા પ્રયત્ન કરે.દયા આવે! સ્વર્ગ જેવો ટાપુ ! ઈશ્વરે
મન્ મૂકી સુંદરતા વેરી છે મૂલાકાતીઓ પર મોટા ભાગના વ્યક્તી નિર્ભર છે.આ ટાપુ પર દરરોજ
દરિયા-કિનારે વસેલ ઘર પરથી જે સૌદર્ય નિહાળ્યું તેના પર થી આ સુંદર કાવ્ય લખાય ગયું.
કાયમ હોય છે
કોઈ દેખાતું નથી પણ સાથ કાયમ હોય છે;
ચિતપરિચિત નિત નવી શ્વાસોમાં સોડમ હોય છે.
બ્હાર- અંદર એકસરખી એ જ મોસમ હોયછે,
રેશમી લાગે હવા ઝરમરતું રેશ્મ હોય છે.
શબ્દમાં જો મૂકવા એ જાવ , સૌ ગાંડા ગણે,
ખૂબ ઊંડે ઊંડે જે, એક વાત મોઘમ હોયછે.
લાખ આ બોજાઓ વચ્ચે એક કુણી લાગણી,
જિંદગી તેથી જ હળવીફૂલ -ફોરમ હોયછે.
બ્હાર- અંદરનો ખૂણોખૂણો ધબકતો – મ્હેકતો,
ઓ પ્રતીક્ષા! હાજરી કોની આ હરદમ હોયછે?
કઈ રીતે એને ખસેડું? સ્પર્શ ત્યાં છે, યાદ ત્યાં,
મામૂમી ઘરવખરી ‘મિસ્કીન’ આમ ઉત્તમ હોય છે.
-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
સૂની મઝાર છે.
તારા મુખ પર મારા મન ઉપર
શું ગજબનો આજે નિખાર છે,
મને એમ લાગે છે જાણે કે
આજે જગની પહેલી સવાર છે.
મારી જિંદગી એ ખરાબ ગઈ
તો શરમ છે એની તને ખુદા,
કે રજૂ થયેલા આ ગીતમાં,
હું તો શબ્દ છું-તું ‘વિચાર’છે.
મને કેમ ઉપવને લઈ ગયા
હું તો સારવાનો છું અશ્રુઓ,
મને આપો ના સાંત્વન,
છે ખબર મને આ બહાર છે.
બહુ પ્યારું નામ છે એક પણ
કદી હોઠ પર નથી આવતુ,
એ વિવેક કા’તો વિવેક છે,
અને પ્યાર કો’તો એ પ્યાર છે.
એ હવામાં લ્હેરાતી ચુંદડી
મને જોઈ ડાહી બની છે,
મને પહેલાં લાગ્યું વિવેક છે,
પછી જાણ્યું કે આતો પ્યાર છે.
હવે છેતરવાનો ડર છે કયાં
હવે નામ જાણી ને અર્થ શો?
ચાલો સૂઈ જઈએ નિરાંતથી,
કેવી સૂની સૂની મઝાર છે.
બહુ નિયમિત જો બનો તમે
તો અસર તો એની યે થાયછે
મેં સૂરા નથી પીધી ‘સૈફ’ તો,
મારી આંખે એનો ખુમાર છે.
-સૈફ પાલનપુરી
લઈ શકો તો તુષાર લઈ લો
ખરીદો ઝરણાં અને સમુદ્ર ને ઉપવનોની બહાર લઈ લો,
ખરીદો સસ્તામાં ચાંદની ને રોજ ઊગતી સવાર લઈલો.
ગગનના પાલવ ઉપર ચમકતી આ તારલાની સવાર લઈલો,
કોઈ ખીલેલે ગુલાબ પરથી જો લઈ શકો તો તુષાર લઈલો.
બજારમાં તો ઘણો મળે છે એ પ્રેમ લઈ ને તમે શું કરશો?
તમારા પોતાના ઘરમાં આવી -તમારી દુલ્હનનો પ્યાર લઈલો.
કદી ન ફેલાવ્યો હાથ જેણે તમારી દોલતની ભીખ માટે,
જો લઈ શકો તો સ્વમાની એવા બધાં નયનનો ખુમાર લઈલો.
બધીય દોલતને છૂટે હાથે કદીક ખર્ચીને દોસ્ત મારા,
બની શકે તો કોઈ કવિના હ્ર્દયના છાના વિચાર લઈ લો.
પરંતુ જાણું છું આપ કો’દિ બહાર કે ના તુષાર લેશો,
બહુ જ બેચેન થઈ જશો તો નવા કો મોડલની કાર લેશો.
-સૈફ પાલનપૂરી
ચૂંટેલા શે’ર – સૈફ પાલનપુરી
કોઈનાં ભીંના પગલાં થાશે , એવો એક વર્તારો છે,
સ્મિત ને આસું બન્નેમાંથી જોઈએ કોનો વારો છે.
*
ઉર્મિની એક ઝૂંપડી દિલમાં બળી ગઈ,
તે દિવસે ચારે કોર ગજબની રોશની હતી.
*
મને જોઈ નજરને શું સિફરતથી ફેરવી લ્યો છો!
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.
*
દિલનાં દર્દોનો હું એનેય ઈશારો ન કરું,
એવો દાઝયો છું ખુદાનોય ભરોસો ન કરું.
*
છે ઘણાં એવાં જે યુગને પલટાવી ગયાં,
પણ બહું ઓછાં છે જેઓ પ્રેમમાં ફાવી ગયાં.
સહેલા નથી
આસુંના તોરણો બાંધવા સહેલા નથી,
હ્ર્દયના તોફાનો રોકવા સહેલા નથી.
ધર્મ, કર્મનો મર્મ કોણ જાણે અહીં?
માનવ મંદીર બાંધવા સહેલા નથી.
ભલે પરિભ્રમણ કરતો બ્રહ્માંડમાં તું,
અનંતના રસ્તા શોધવા સહેલા નથી.
મોતને મળીશું એકવાર જરુર અહીં,
લાશ સઘરવાના રસ્તા સહેલા નથી.
‘દીપ’, કોણ કરશે યાદ ગયાં પછી?
અમર થવાના ખ્યાલ સહેલા નથી.
એક ગઝલ-ડૉ. રઈશ મનીયાર
છો વેદ વાંચનારાને માનહાનિ લાગે ,
પ્રસ્વેદ પાડનારા અમને તો જ્ઞાની લાગે.
મન સાફ હોય ત્યારે દુનિયા મજાની લાગે,
આનંદ ઉચ્ચ લાગે પીડા ગજાની લાગે.
બાળકને આખી દુનિયા બસ એકલાની લાગે,
ખોટું છે , એ સમજતાં એક જિંદગાની લાગે.
પોણા છ ફૂટની કાયા નહિતર તો નાની લાગે,
પડછાયા લઈ ફરો તો તંગી જગાની લાગે.
ક્યારેક ચાલી ચાલી તારા સુધી ન પહોચું,
ક્યારેક ઠોકરો પણ તારી નિશાની લાગે.
શૂન્ય પાલનપૂરીના જાણીતા શે’ર
કવિશ્રી પાલનપૂરી અનેક પ્રકારની બિમારીથી પીડાતા હતા ક્યારેક બધા જ રોગોનાં નામો શે’ર અદાથી બોલી બધાને હસાવવાને બાને પોતા પર હસતા.
સુંદર જો હો તબીબ તો છે એક વાત નો ડર,
સાજા થવાની કોઈ ઉતાવળ નહીં કરે.
********************************
તારો ને મારો મેળ નહીં ખાય ઓ તબીબ ,
મુજને પડી દરદની તને સારવાર ની.
*********************************
ઉપચારો ગયા અને આરામ થઈ ગયો ,
પીડા જ રામબાણ હતી કોણ માનશે?
**********************************
તબીબોને કહીદો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું, જેને બહું સારી પેઠે દવા ઓળખે છે.
*********************************************
પરિચય છે મંદિરોમાં દેવોને મારો,
અને મસ્જદોમાં ખૂદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી,
તમારા પ્રતાપે બધા ઓળાખે છે.
***************************
નહીં હોય ચંદાનું ઘાયલ જિગર તો,
અલૌકિક પ્રણયની કદર કોણ કરશે?
સિતારા બની જો ચમકશે ન આસું,
જગે પ્રેમ ગાથા અમર કોણ કરશે ?
*****************************
તોફાનને દઈને , અણછાજતી મહત્તા,
તું વાતનું વતેતર ના કર, ક્ષમા કરી દે,
હોડીનું એક રમકડું, તૂટ્યું તો થઈ ગયું શું?
મોજાની બાળ હઠ છે, સાગર ક્ષમા કરી દે!
વેળાસર જતા રહીએ…
જીવન તો ખૂબ માણ્યું, ચાલ મૃત્યુની મજા લઈ એ,
હવે મન થાય છે કે આપણે અહીંથી જતા રહીએ.
જરૂરતનું અમારે જોઈ એ કે માનવી છઈ એ,
અમે પેગમ્બરો થોડા છીએ કે ઠોકરો ખઈ એ?
તમારી મે’રબાની એવી વરસી કે ગળે આવ્યા,
હવે મન થાય છે કે તમને પકડી ફાંસી એ દઈ એ.
હકુમત ને તમે લાયક નથી તેથી વિચાર્યુ છે,
લઈને હાથમાં કાનૂન સીધા આથડી લઈ એ.
ફરક તેથી શું પડાવાનો અમારા હાલમાં યા’રબ?
તને માલિક કહીએ કે પછી તુજને ખુદા કહીએ.
નથી રહી આ જહાં જીવનને લાયક ઓ ‘જલન’ તેથી,
છે એમાં આપણી શોભા કે વેળાસર જતા રહી એ.
-જલન માતરી
વહેવારોની પાછળ
અહિંસા ને હિંસા સંગાથે મળી !
******************************************
તરસતી જિંદગી ચાલી કોઈના પ્યારની પાછળ,
નિસાસા ને વિલાપો રહી ગયા મરનારની પાછળ.
તરંગોના જનાજે લાશ ભાળી હામ હારી ગઈ,
પડી’તી આંધીઓ સમ ખાઈને તરનારની પાછળ.
બહુ ના રો સ્વજન સ્વજન ! થોડુંક રહેવાદે રુદન બાકી,
ઘણાં મરનાર જીવે છે હજુ મરનારની પાછળ.
મને જોઈને એ રીતે નયન ભીંના હસી ઉઠ્યા-
અચાનક તેજ પ્રગટે જે રીતે અંધકારની પાછળ.
ખર્યુ જો ફૂલ ડાળોથી તો ચારે કોર ઉપવનમાં,
રહ્યાં અટ્ઠસ્ય ને મેણાં ફક્ત ખરનારની પાછળ.
ગમે તેવા બૂરા કાળે ન એનો સાથ છોડાયો,
થયા બરબાદ જીવનમાં ‘જલન’ વહેવારની પાછળ.
-જલન માતરી
એક ગઝલ્-કૈલાસ પંડીત
સપ્ટેમ્બર-૧૧ ! ગોઝારા પ્રસંગે મારી અશ્રુભરી શ્રધ્ધાંજલી !
વિના કારણ જિંદગી હાથ ધોઈ જતી રહી,
રડતા મા-બાપ ને બાળ એ જોતી રહી,
કેવો સિતમ કરી ગયા!જાનવર જેવા દાનવો!
આજ સૌ ની યાદ અમારા અશ્રુમાં વહેતી રહી.
**************************************************
જિંદગીના હર કદમ પર મારે અથડાવું પડ્યું,
એટલે મૃત્યુને આધિન છેવટે થાવું પડ્યું .
કોઈને હેરાન કરવા છેડ મેં કીધી હતી,
ઉમ્રભર હેરાન મારે, એટલે થાવું પડ્યું.
જેની ચર્ચા, હું છડે ચોકે કરી લેતો હતો,
એની સાથે વાત કરતા, મારે મૂંઝાવું પડ્યું.
ગીત ના ગાઈ શક્યો, ને સાજ પણ તૂટી ગયું,
એટલે આંસુ વહાવી દિલને બહેલાવું પડ્યું.
કે વરસતાં વાદળા જેવા, બધા મિત્રો મળ્યા,
પ્યાસ મારી ના બુઝી , નાહક ભીંજાવું પડ્યું.
એક ગઝલ-સુરેન ઠાકર-‘મેહુલ’
સંમદર શોષવાનો છે કટુતા પી જવાની છે,
હવે રાહતને નામે ક્યાં કઝાને જીતવાની છે.
ભરોસાને ડુબાડે છે ને ઈશ્વર નામ છે તારું,
હવે લાગે છે તારું નામ લેવામાં ય હાનિ છે.
પડળ દ્રષ્ટીને આવરશે ચણાશે આંધળી ભીંતો
છતાં આ ચાહ મુજને યોગ્ય રસ્તે દોરવાની છે.
આ મારી અંધ તન્હાઈ તને ના સ્હેજ પણ સ્પર્શી
દશાની દાઝ તુજને ક્યાં હવે તો સ્પર્શવાની છે.
પ્રલોભન છે મંઝીલ છે ને પાછી કાકલુદી છે,
ઉઠાવો દોર આવી ક્ષણ ફરી ક્યાં આવવાની છે.
હ્ર્દયના ગમને હોઠો પર મે હસતો કર્યો ‘મેહુલ’
છતાં ભૂલી ગયા કે આંખને બંને લૂછવાની છે.
એક ગઝલ-શ્યામ સાધુ
કયાંક ઝરણાની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે!
દોસ્ત, મૃગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહિંયાં તરસ, ત્યાં વાદળી ઊંચે ચ્ડી છે.
પંખીઓના ગીત જેવી એક ઈચ્છા ટળવળે છે,
ઓ હ્ર્દય! બોલો કે આ કેવી ઘડી છે.
આવ માર આ રેશમી દિવસોના કારણ,
જિંદગી જેને કહે છે એ અહીં ઠેબે ચડી છે.
ઓ નગરજના! હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે?
મૃત્યુ પછીની વાટ
મૃત્યુ પછીની વાટ વિકટ ના બનાવજો,
મારા મરણામાં કોઈ ન આસું વહાવજો.
બાળકને એક-બેની રજૂઆત ના ગમે,
તો એને મારા સુખના પ્રસંગો ગણાવજો.
સંપૂર્ણ કરવી હોય જો વેરાની કોઈની,
તો મુજ અભાગિયાને નયનમાં વસાવજો.
ત્યાંથી કદાચ મારે હઠી જવું પડે ,
મારી કશીય વાતને મનમાં ન લાવજો.
જીવન સ્વપ્ન સિવાય બીજું કાંઈ પણ નથી,
એ માન્યતાથી મારા જીવનમાં ન આવજો.
હું બેખબર રહું છું હવે મારા હાલથી,
કંઈ જાણવા સમું હો તો મુજને જણાવજો.
કહે છે તમારું સ્થાન નથી કયાંય પણ ‘નઝિર!
મક્તઅથી આ વિધાનને ખોટું ઠરાવજો.
-નઝિર ભાતરીઓ
=
એ પછી…
નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકી..
સૌ મિત્રો ને જન્માષ્ટમીની ખૂબ ખૂબ વધાઈ..
*****************************************
હું મને ભૂલી ગયો, જડતો નથી વરસો સુધી;
એ પછી વરસાદ પણ પડતો નથી વરસો સુધી.
સૂર્ય છું સળગ્યા કરું છું , શાપ આપ્યો છે તમે,
હાથ આ અંધારનો અડતો નથી વરસો સુધી.
કેમ આ થંભી ગયું છે મોજું દરિયામાં કહો?
ડૂસકામાંથી પવન ચડતો નથી વરસો સુધી.
કેવી છે ગંભીરતા, જડ થૈ ગયો પથ્થર સમો,
ઓગળી શકવા છતાં રડતો નથી વરસો સુધી.
છો મને અળગો કર્યો હો એક જણથી કાયમ-
હું જ મારી જાતથી લડતો નથી વરસો સુધી.
-મનીષ પરમાર