"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

વટમાં જીવ્યા-કિરણ ચૌહાણ

 image001computer.gif

આજ સવારથી સિસ્ટ્મ ડાઉન હતી! ત્યારે જે મન પર અસર થાય તે આ ચિત્રમાં નિહાળો!

*******************************************

તડકાના  ત્રાટકમાં  જીવ્યા, વરસાદી  વાછટમાં  જીવ્યા,
કાયમ  એક  ખુમારી સાથે,  ઘટમાં તોયે વટમાં જીવ્યા.

આંખ   હોઠને  હૃદયની   વચ્ચે  થીજેલા  સંકટમાં જીવ્યા,
મર્યાદાની  ચુનરી  ઓઢી  સપનાંઓ   ઘૂંઘટમાં   જીવ્યા.

આ   તે  કેવો  મનસૂબો  ને  આ કેવી  ખટપટમાં જીવ્યા,
તેજ   સૂર્યનું  ચોરી   લેવા  તારાઓ  તરકટમાં   જીવ્યા.

જીવ  સટોસટની  બાજી છે , તો પણ સાલું મન રાજી છે,
ભલે ચૈન ના પામ્યા તોયે  મનગમતી  એક રટમાં જીવ્યા.

સુગંધભીની  સાંજની  વચ્ચે, રંગીલા  એકાંતની   વચ્ચે,
શ્વાસ કસુંબલ  માણ્યો  જ્યારે,જ્યારે  તારી  લટમાં જીવ્યા.

ઓગસ્ટ 29, 2007 - Posted by | ગમતી ગઝલ

7 ટિપ્પણીઓ »

 1. nice one

  ટિપ્પણી by chetu | ઓગસ્ટ 29, 2007

 2. કાયમ એક ખુમારી સાથે, ઘટમાં તોયે વટમાં જીવ્યા…સરસ રચના છે…અને પિકચર પણ સરસ લીધેલ છે…

  ટિપ્પણી by Rekha | ઓગસ્ટ 29, 2007

 3. Good.

  ટિપ્પણી by pravinash1 | ઓગસ્ટ 30, 2007

 4. ગઇકાલે જ વિચારતી હતી કે કંપ્યુટર બગડે તો શું થાય ? હવે એના વિના ના ચાલે.
  એ વિચારના સંદર્ભમાં આ રચના ઘણી સુસંગત લાગી અને તેથી ગમી.

  ટિપ્પણી by Devika Dhruva | ઓગસ્ટ 31, 2007

 5. આંખ હોઠને હૃદયની વચ્ચે થીજેલા સંકટમાં જીવ્યા,
  મર્યાદાની ચુનરી ઓઢી સપનાંઓ ઘૂંઘટમાં જીવ્યા.

  good one

  ટિપ્પણી by shivshiva | ઓગસ્ટ 31, 2007

 6. very nice ..tej surya nu chori leva tarao tarakat ma jivya

  ટિપ્પણી by nilam doshi | સપ્ટેમ્બર 5, 2007

 7. VERY GOOD,

  JINEKE LIYE “HIMAT” KI JAROORAT HAI

  THIS IS VERY GOOD GAZAL

  ટિપ્પણી by REKHASDEDHIA | સપ્ટેમ્બર 15, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: