વટમાં જીવ્યા-કિરણ ચૌહાણ
આજ સવારથી સિસ્ટ્મ ડાઉન હતી! ત્યારે જે મન પર અસર થાય તે આ ચિત્રમાં નિહાળો!
*******************************************
તડકાના ત્રાટકમાં જીવ્યા, વરસાદી વાછટમાં જીવ્યા,
કાયમ એક ખુમારી સાથે, ઘટમાં તોયે વટમાં જીવ્યા.
આંખ હોઠને હૃદયની વચ્ચે થીજેલા સંકટમાં જીવ્યા,
મર્યાદાની ચુનરી ઓઢી સપનાંઓ ઘૂંઘટમાં જીવ્યા.
આ તે કેવો મનસૂબો ને આ કેવી ખટપટમાં જીવ્યા,
તેજ સૂર્યનું ચોરી લેવા તારાઓ તરકટમાં જીવ્યા.
જીવ સટોસટની બાજી છે , તો પણ સાલું મન રાજી છે,
ભલે ચૈન ના પામ્યા તોયે મનગમતી એક રટમાં જીવ્યા.
સુગંધભીની સાંજની વચ્ચે, રંગીલા એકાંતની વચ્ચે,
શ્વાસ કસુંબલ માણ્યો જ્યારે,જ્યારે તારી લટમાં જીવ્યા.