"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

હૃદય બાગ-બાગ છે.

sam-graceland-50th-anni.jpg 

અંતરમાં   રાગ    છે  ને    નયનમાં  વિરાગ   છે,
‘ઓજસ’ દોરંગી  દુનિયા   પ્રણયનો   દિમાગ  છે.

વિરહી   હૃદય  મિલનમાં   વિચારે  છે  એજ  વાત,
મરવાને   માટે   હમણાં  બહુ    સારો    લાગ   છે.

આ    મૌન   મારું     જોઈને    ભૂલો    ન ! દોસ્તો!
આજેય    દિલના    દર્દની    દુનિયા   સજાગ  છે.

સંપૂર્ણતાએ    પ્હોંચી      નથી      ત્યાગ-ભાવના,
વૈરાગ્ય   પર    હૃદયને     અત્યારેય    રાગ   છે.

પાલવનો    છાંયડો    હો    કે   મૃત્યુની  ગોદ  હો,
બળતા   હૃદયને   એક   શીતળાતાની  આગ   છે.

‘ઓજસ’, એ   આજ મારી  કને   હોવા જોઈ એ,
નહિતર    શું  વાત  છે   કે    હૃદય  બાગબાગ છે.

-‘ઓજસ’ પાલનપુરી

Advertisements

ઓગસ્ટ 28, 2007 - Posted by | ગમતી ગઝલ

5 ટિપ્પણીઓ »

 1. આજેય દિલના દર્દની દુનિયા સજાગ છે…..બહુ સરસ ગઝલ છે…

  ટિપ્પણી by Rekha | ઓગસ્ટ 28, 2007

 2. સંપૂર્ણતાએ પ્હોંચી નથી ત્યાગ-ભાવના,
  વૈરાગ્ય પર હૃદયને અત્યારેય રાગ છે.

  -સરસ વાત…

  ટિપ્પણી by વિવેક | ઓગસ્ટ 29, 2007

 3. આ મૌન મારું જોઈને ભૂલો ન ! દોસ્તો!
  આજેય દિલના દર્દની દુનિયા સજાગ છે.

  very nice..

  ટિપ્પણી by chetu | ઓગસ્ટ 29, 2007

 4. એકલતામાં ભલે ને આ દિલ પુકારે
  સાંભળનારા ના કાન સદા સજાગ છે

  ટિપ્પણી by pravinash1 | ઓગસ્ટ 29, 2007

 5. પાલવનો છાંયડો હો કે મૃત્યુની ગોદ હો,
  બળતા હૃદયને એક શીતળાતાની આગ છે.

  nice words

  ટિપ્પણી by shivshiva | ઓગસ્ટ 31, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s