હૃદય બાગ-બાગ છે.
અંતરમાં રાગ છે ને નયનમાં વિરાગ છે,
‘ઓજસ’ દોરંગી દુનિયા પ્રણયનો દિમાગ છે.
વિરહી હૃદય મિલનમાં વિચારે છે એજ વાત,
મરવાને માટે હમણાં બહુ સારો લાગ છે.
આ મૌન મારું જોઈને ભૂલો ન ! દોસ્તો!
આજેય દિલના દર્દની દુનિયા સજાગ છે.
સંપૂર્ણતાએ પ્હોંચી નથી ત્યાગ-ભાવના,
વૈરાગ્ય પર હૃદયને અત્યારેય રાગ છે.
પાલવનો છાંયડો હો કે મૃત્યુની ગોદ હો,
બળતા હૃદયને એક શીતળાતાની આગ છે.
‘ઓજસ’, એ આજ મારી કને હોવા જોઈ એ,
નહિતર શું વાત છે કે હૃદય બાગબાગ છે.
-‘ઓજસ’ પાલનપુરી