"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

વિહરતાં ન આવડ્યું

sad_eyes3222221221.gif 

મન-હંસલા! પરખ  તને  કરતાં   ન આવડ્યું,
ચારો   વિચારો-મોતીનો  ચરતાં  ન   આવડ્યું.

જગથી   જતાં-જતાંય   ગઈ    સ્વર્ગ  ઝંખતી,
સૃષ્ટી  ઉપર  એ દૃષ્ટીને   ઠરતાં  ન   આવડ્યું.

કાજળથી   લાલી  ગાલની  ખરડી   ગયાં સદા,
અશ્રુને  ભાલ પર   થઈ  સરતાં  ન   આવડ્યું.

રત્નોને    આવવું   પડ્યું    પુષ્પોને    સૂંઘવા,
સૌરભને  અબ્ધિ-હૈયે    ઉતરતા ન   આવડ્યું.

ધાર્યુ   જો     હોત,  ચંદ્ર! તમે  દેત ખેરવી,
સંપીને    તારલાઓને   ખરતાં  ન   આવડ્યું.

એને    ડુબાડવામાં      સુકાનીનો    હાથ  છે,
કઈ  જીભે  કહું કે  નાવને તરતાં ન   આવડ્યું.

ચિંતન  કરી   હું ચાલ્યો, ન  ચાલીને ચિંતવ્યું,
મસ્તક  ઉપર  કદમ કદી ધરતાં  ન   આવડ્યું.

વાગ્યાં   અમારે   હૈયે    નકી    હાથના  કર્યા,
જીવનમાં  આગ  ચાંપી  ઉગરતાં ન   આવડ્યું.

ફળ    કેવું   પામ્યો   ફૂલ    કચડવાની  ટેવનું,
કંટકના    હૈયે   ડગ     ભરતાં   ન   આવડ્યું.

બે   આંખ  લાલ  થઈ  ન  થઈ  ત્યાં  રડી પડી,
‘કિસ્મત’ની  લાગણીને  વીફરતાં  ન   આવડ્યું.

-‘કિસ્મત’કુરૈશી

ઓગસ્ટ 27, 2007 - Posted by | ગમતી ગઝલ

8 ટિપ્પણીઓ »

 1. બે આંખ લાલ થઇ ન થઇ ત્યાં રડી પડી…સરસ ગઝલ છે.

  ટિપ્પણી by Rekha | ઓગસ્ટ 27, 2007

 2. હર હંમેશ ભૂલો થયા જ કરે છે
  ખૂબ પ્રયત્નો છતાં સુધરતાં ન આવડ્યું

  ટિપ્પણી by pravinash1 | ઓગસ્ટ 27, 2007

 3. Dear Kureshi,

  This is the first poem by you I have had the pleasure to read! It is in the same class as Amrut Ghayal’s gazals. I am really impressed with the profound message you have given in each sher! Specially I liked the following four lines,

  એને ડુબાડવામાં સુકાનીનો હાથ છે,
  કઈ જીભે કહું કે નાવને તરતાં ન આવડ્યું.

  ચિંતન કરી હું ચાલ્યો, ન ચાલીને ચિંતવ્યું,
  મસ્તક ઉપર કદમ કદી ધરતાં ન આવડ્યું.

  I would love to read your other poems or gazals in case you have published some books. Please let me know. With best wishes and regards,

  Dinesh O. Shah,Ph.D.

  ટિપ્પણી by Dr. Dinesh O. Shah | ઓગસ્ટ 27, 2007

 4. Hello….Good Morning…First of all, i am truly delighted to receive your mail… Thanks for this beautiful poem…I’ve visited your site..It’s too good…. It’s nice to jump in networking world…So brother…try this one: http://www.blogger.com or googlepages.com …….. Just few days ago, i’ve posted a mail in it i’ve explained about wordpress plugins…It means if you want to find visitors location, OS and browser detail then add that plugin even also explained about some plugins… right now i don’t have that mail… you find it in group

  I am also gujrati brother and a good software based boy…and really… kavita sari che….looking fwd to your site… haju vadhare decoration karsho to site sari lagshe… if you want to give me reply then directaly send at my id….

  Tata
  Take care,
  Have a nice time with your friends and family!!
  Keep in touch…
  With the best regards,
  Ankit Parikh….. Jai Shri Krushna…

  ટિપ્પણી by Ankit Parikh | ઓગસ્ટ 27, 2007

 5. કાજળથી લાલી ગાલની ખરડી ગયાં સદા,
  અશ્રુને ભાલ પર થઈ સરતાં ન આવડ્યું.

  – અશ્રુ કપાળ પરથી કેવી રીતે સરકી શકે ?

  ટિપ્પણી by વિવેક | ઓગસ્ટ 28, 2007

 6. RAJ KAPOORJI KI”ANARI” MOVI KA EK GANA YAAD AA GAYA

  YE SACH HAI DUNIYANWALON KE HUM HAI ANARI,,,,,,,,,,

  VERY NICE

  ટિપ્પણી by REKHASDEDHIA | સપ્ટેમ્બર 6, 2007

 7. હૃદય સ્પર્શી કાવ્ય !

  ટિપ્પણી by manvant | સપ્ટેમ્બર 11, 2007

 8. BEHOSHIMAN GAI JINDGI SARI

  HOSHMAN JIVATA NAHI AVDUN

  ટિપ્પણી by REKHASDEDHIA | સપ્ટેમ્બર 15, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: